ચૂંટણી ટાણે 75 ગામના લોકોને કરાવેલા નાસ્તો, ભોજનનુ બિલ બાકી, રૂપિયા માંગતા પૂર્વ સાંસદે આપી ધમકી, પોલીસમાં કેસ કરવા દાખલ કરાઈ અરજી
અમરેલી જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર અને તેમની દિકરી જેની ઠુમ્મર સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પારસ તળાવિયાએ અરજી આપીને યોગ્ય કાર્યવાહી માટેની માંગ કરી છે.
અમરેલી જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર અને તેમની દિકરી જેની ઠુમ્મર સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પારસ તળાવિયાએ અરજી આપીને યોગ્ય કાર્યવાહી માટેની માંગ કરી છે.
લોકસભા ચૂંટણી સમયે અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમ્મરે, તેમના કેટરર્સ સાથે લાખ્ખોની ઠગાઈ કરી હોવાની વિગતો સામે આવી છે. ઘટના અંગે એવી માહિતી સામે આવી છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન વિવિધ ગામોમાં યોજાયેલા જમણવાર અને નાસ્તાની વ્યવસ્થા માટે કેટરિંગનો મોટો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આશરે 75 ગામોમાં જમવા અને નાસ્તાની વ્યવસ્થા કરાવવામાં આવી હતી, જેના બદલામાં કુલ રૂપિયા 6.96 લાખની રકમ બાકી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ફરિયાદી પારસ તળાવિયાનો આક્ષેપ છે કે, વિરજી ઠુમ્મર પાસે અનેક વખત પૈસા માંગવા છતાં ચૂકવણી કરવામાં આવી નથી. વધુમાં, પૈસા માગતા તેમને ગાળાગાળી કરવામાં આવી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું જણાવ્યું છે.
આ સમગ્ર મામલે પારસ તળાવિયાએ અમરેલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા માટે એક અરજી દાખલ કરાવી છે. હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કે અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો આ મામલો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની શકે છે. પોલીસ સૂત્રો મુજબ, તમામ પાસાઓની તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ટણી પંચે SIR સુધારાના નામે મતદારયાદીમાં કર્યા છબરડાઃ કોંગ્રેસનો આક્ષેપ
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
