AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસ નેતાની જીભ લપસી, સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ, જુઓ Video

Breaking News : દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસ નેતાની જીભ લપસી, સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2026 | 2:00 PM
Share

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ નગરપાલિકાની ચૂંટણી સભામાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં કોંગ્રેસના નેતાની જીભ લપસતા રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન યોજાયેલી સભામાં કોંગ્રેસના નેતાએ ભાષણ આપતા આપતા ભૂલથી મતદારોને ‘કમળનું બટન’ દબાવવા અપીલ કરી દીધી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને દરેક પક્ષ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિવિધ પક્ષના નેતાઓ ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના જામરાવલ નગરપાલિકાનો એક વિચિત્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

નેતાજીની જીભ લપસી

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ નગરપાલિકાની ચૂંટણી સભામાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં કોંગ્રેસના નેતાની જીભ લપસતા રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન યોજાયેલી સભામાં કોંગ્રેસના નેતાએ ભાષણ આપતા આપતા ભૂલથી મતદારોને ‘કમળનું બટન’ દબાવવા અપીલ કરી દીધી, જે ભાજપનું ચૂંટણી ચિહ્ન છે.

આ ઘટના અહીં અટકી નહીં, પરંતુ કોંગ્રેસના ઉમેદવારે ‘વિકાસ ગાંડો થયો છે’ જેવા નિવેદન સાથે પરિવર્તન માટે ભાજપને મત આપવા કહી દીધું હોવાનું પણ સામે આવ્યું છે. આ બંને નિવેદનોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં ભારે ચર્ચા અને પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ આ નેતા પાલિકાના વોર્ડ 1ની મહિલા ઉમેદવાર પુતીબેન જાદવના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે કોંગ્રેસ માટે શરમજનક પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે ભાજપ સમર્થકો દ્વારા આ મુદ્દાને લઈને ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. હાલ આ મામલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે અને ચૂંટણીના સમયમાં આ ઘટનાનો પ્રભાવ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો-Breaking News : ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો, 21 દિવસમાં લૂ લાગવાના 1167 કેસ નોંધાયા

Published on: Apr 24, 2026 01:52 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">