AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જનતાને હેરાન કરવાના ધતિંગ ! 8 કિમી દૂર બુથ ખસેડીને મતદારોને પરેશાન કરવાનું નવું નાટક - જુઓ Video

જનતાને હેરાન કરવાના ધતિંગ ! 8 કિમી દૂર બુથ ખસેડીને મતદારોને પરેશાન કરવાનું નવું નાટક – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2026 | 8:20 PM
Share

મહીસાગરના લુણાવાડામાં તંત્રની જોહુકમી અને જનતાને હેરાન કરવાના ધતિંગ સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અધિકારીઓએ ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર જ મતદાન મથક 8 કિમી દૂર ખસેડી દેતા મતદારો રોષે ભરાયા છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ડોકવાલ ગામે મતદાન મથક બદલાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મતદાન મથક બદલાવાને કારણે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અને ‘બુથ નહીં તો મત નહીં’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે.

ડોકવાલ ગામના નાયક અને બારીયા ફળિયાના 200થી વધુ મતદારોમાં નારાજગી વ્યાપી છે, કારણ કે કોઈપણ જાણ કર્યા વિના મતદાન મથક 8 કિલોમીટર દૂર નવા ખાંટના મુવાડા ગામે ખસેડવામાં આવ્યું છે. નવું મતદાન મથક દૂર હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

આ બાબતે લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. એવામાં આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારીનું કહેવું છે કે, આગામી ચૂંટણીમાં ગામમાં યોગ્ય જગ્યા શોધીને મતદાન મથકની સુવિધા ઊભી કરવામાં આવશે.

સુરતના સરોલીમાં વિધર્મી હેવાન બન્યો, 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી, પોલીસે દુષ્કર્મીની કરી ધરપકડ

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">