ભારત સરકાર માટે હજારો કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ કરનારી શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું ડી-મર્જર ક્યાં અટક્યું છે?
શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેરે 1 મહિનામાં ઈન્વેસ્ટર્સને 10.14 ટકાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 81.07 ટકા વધ્યો છે. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 90.68 ટકાનું રિટર્ન મળ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 530 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માલસામાન અને મુસાફરોના પરિવહનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. SCI આજે એકમાત્ર ભારતીય શિપિંગ કંપની છે જે બ્રેક-બલ્ક સર્વિસિસ, આંતરરાષ્ટ્રીય કન્ટેનર સર્વિસિસ, લિક્વિડ/ડ્રાય બલ્ક સર્વિસિસ, ઓફશોર સર્વિસિસ, પેસેન્જર સર્વિસિસમાં કાર્યરત છે. SCI જુદા-જુદા સરકારી વિભાગો અને સંસ્થાઓ વતી મોટી સંખ્યામાં જહાજોનું સંચાલન કરે છે.

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના (SCI) ડી-મર્જરના પ્લાન નવેમ્બર 2020 માં બનાવવામાં આવ્યો હતો. ડી-મર્જર બાદ મૂળ કંપનીમાંથી નવી કંપની બનશે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લેન્ડ એન્ડ એસેટ્સ લિમિટેડ (SCILAL). SCI ને ડિવેસ્ટમેન્ટમાં વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે કારણ કે પેન્શન સ્કીમ અને ચાલી રહેલા કોર્ટ કેસની પ્રક્રિયામાં વધુ વિલંબ થઈ શકે છે.

SCI ના શેરના ભાવ 6 નવેમ્બર 2020 ના રોજ 51.70 રૂપિયા હતા. આજે 27 ફેબ્રુઆરીના રોજ શેર 9.65 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા છે. શેર 4.06 ટકાના ઘટાડા સાથે 228.15 રૂપિયા પર બંધ થયો છે. શેરના 52 સપ્તાહનું હાઈ લેવલ 290.75 રૂપિયા છે, જ્યારે 52 સપ્તાહનું લો લેવલ 79.20 રૂપિયા છે. હાલમાં શેર 52 વીકના હાઈ લેવલથી નીચા ભાવમાં ટ્રેડ થઈ રહ્યો છે.

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડી-મર્જરને લઈ છેલ્લે નવેમ્બર 2023 માં અપડેટ આવ્યું હતું. ત્યારબાદથી કોઈ અપડેટ આવ્યું નથી. નવેમ્બર 2020 થી લઈને અત્યાર સુધીમાં 3.25 વર્ષના સમયગાળા દરમિયાન શેર 51.70 થી 228.15 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. રોકાણકારોને આ સમય દરમિયાન અંદાજે 441 ટકાનું રિટર્ન મળ્યું છે. શેર હાલમાં તેના 52 વીક હાઈ લેવલથી અંદાજે 15 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેરે 1 મહિનામાં ઈન્વેસ્ટર્સને 10.14 ટકાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 81.07 ટકા વધ્યો છે. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 90.68 ટકાનું રિટર્ન મળ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 530 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે. SCI માં પ્રમોટર્સ હોલ્ડિંગ 63.8 ટકા છે. કંપનીમાં કુલ 2,19,463 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 10,590 કરોડ રૂપિયા છે અને ટેક્સ બાદનો નફો 680 કરોડ રૂપિયા છે.
