Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ- જુઓ Video
સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સામે પોલીસ ફરિયાદ..પતંગ ખરીદવા આવેલા 3 લોકોને માર માર્યાનો આક્ષેપ..સરથાણા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ અને તેના ભાઇ સહિત 3 સામે ફરિયાદ દાખલ..પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સમાં થઇ હતી બબાલ..પતંગના ભાવને લઇને અલ્પેશના ભાઇ અને ગ્રાહક વચ્ચે થઇ હતી માથાકૂટ
સુરત શહેરમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પતંગ ખરીદવા આવેલા ત્રણ ગ્રાહકોને માર મારવાના આરોપસર સરથાણા પોલીસ મથકમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં અલ્પેશ કથીરિયા તેમના ભાઈ અને અન્ય એક વ્યક્તિ સહિત કુલ ત્રણ સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ ખાતે બની હતી. ગ્રાહકો અને અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે પતંગના ભાવ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ ઉગ્ર બનતા અલ્પેશ કથીરિયાએ ભાઈ સાથે મળીને ગ્રાહકોને માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પતંગની ખરીદી દરમિયાન થયેલી આ બબાલ અને પાટીદાર નેતા સામે નોંધાયેલી ફરિયાદને કારણે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
