AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરકારે કરી સૌથી મોટી જાહેરાત ! કર્મચારીઓને હવે મળશે ’20 લાખ’ રૂપિયા સુધીનું ‘હેલ્થ ઈન્શ્યોરન્સ’

સરકારે કર્મચારીઓના હિતમાં સૌથી મોટી જાહેરાત કરી છે. નવી જાહેરાત મુજબ હવે કર્મચારીઓને 20 લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઈન્શ્યોરન્સ કવર આપવામાં આવશે. આ નિર્ણયથી દેશભરના વર્કિંગ પ્રોફેશનલ્સને મોટી રાહત મળશે.

| Updated on: Jan 16, 2026 | 3:03 PM
Share
હેલ્થ પોલિસી અથવા ઈન્શ્યોરન્સ લેવો એ હવે માત્ર એક વિકલ્પ નથી પરંતુ જીવનની જરૂરિયાત બની ગઈ છે. કોરોના મહામારી બાદ હેલ્થ ઈન્શ્યોરન્સ અથવા મેડિક્લેમ પોલિસીની માંગમાં વધારો થયો છે. હેલ્થ ઈન્શ્યોરન્સ હોવાથી ઈમરજન્સી અને ગંભીર બીમારીના સમયે તમને સારવાર કરાવવામાં મદદ મળે છે. આવી પોલિસીથી મેડિકલ ઈમરજન્સી દરમિયાન તમને અને તમારા પરિવારને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.

1 / 9
મોટાભાગની ખાનગી કંપનીઓ તેમના કર્મચારીઓને હેલ્થકેર સુવિધા આપે છે. કેટલીક કંપનીઓમાં મેડિક્લેમ હોય છે, તો ઘણી કંપનીઓ હેલ્થ ઈન્શ્યોરન્સ પણ કરાવે છે. જરૂરિયાતમંદ લોકો માટે સરકાર પણ હેલ્થ પ્લાન અને ઈન્શ્યોરન્સ પોલિસી ચલાવે છે. એવામાં હવે સરકારે ખાસ કેટેગરી માટે હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો છે.

2 / 9
સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ એટલે કે 'CGHS' ના લાભાર્થીઓ માટે 'પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમા' લોન્ચ કર્યો છે. આનો લાભ હાલના સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મળશે. નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસીસ (DFS) દ્વારા આ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓને વધુ સારી મેડિકલ કવરેજ અને સારવારની સુવિધા પૂરી પાડવાનો છે.

3 / 9
'પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમો' એક વૈકલ્પિક (ઓપ્શનલ) હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે. આ યોજના હેઠળ કેશલેસ સારવારની સુવિધા મળશે. આ યોજનામાં દેશભરમાં આવેલા તેના નેટવર્ક હોસ્પિટલમાં દાખલ થવા પર ઇન્ડેમ્નિટી-બેઝ્ડ હોસ્પિટલ કવરેજ (Indemnity-based hospital coverage) આપવામાં આવશે. આ પ્લાનમાં 10 લાખ અને 20 લાખ રૂપિયા સુધીનો વીમો ઉપલબ્ધ છે. આ સ્કીમ માત્ર CGHS લાભાર્થીઓ માટે જ છે.

4 / 9
આયુષ વીમા હેઠળ એક પોલિસીમાં મહત્તમ 6 સભ્યોને ઉમેરી શકાય છે. હોસ્પિટલમાં દાખલ થવા પર ઇન્ડેમ્નિટી-બેઝ્ડ 10 લાખ અને 20 લાખ સુધીનું કવરેજ મળશે. હોસ્પિટલના રૂમનું ભાડું વીમાની રકમના (Sum Insured) 1% અને ICU નું ભાડું 2% સુધી મર્યાદિત રાખવામાં આવ્યું છે. આ પોલિસીમાં હોસ્પિટલમાં દાખલ થયા પહેલાના 30 દિવસ (Pre-hospitalization) અને રજા મળ્યા પછીના 60 દિવસનો (Post-hospitalization) ખર્ચ પણ જોડાયેલ છે.

5 / 9
આયુષ સારવારમાં ઇન-પેશન્ટ કેર (હોસ્પિટલમાં દાખલ થઈને થતી સારવાર) માટે 100% કવરેજ મળશે. આ સાથે જ મોર્ડન ટ્રીટમેન્ટ્સ (આધુનિક સારવાર) માટેના કવરેજને શરૂઆતમાં 25% સુધી રાખવામાં આવ્યું છે પરંતુ ઓપ્શનલ રાઇડર (વધારાના વિકલ્પ) દ્વારા તેને વધારીને 100% સુધી કરી શકાય છે.

6 / 9
આ ઇન્શ્યોરન્સ પોલિસી New India Assurance Company Limited ની ઓફિસ અને ઓનલાઇન પ્લેટફોર્મ પરથી લઈ શકાય છે. આ કંપની સરકારી છે અને તેનું કાર્યભાર (Workload) નાણા મંત્રાલય સંભાળે છે. આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને દેશભરની નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મળશે.

7 / 9
આ પોલિસીમાં લાભાર્થી 70:30 અથવા 50:50 કો-પેમેન્ટ (Co-payment) વિકલ્પ પસંદ કરી શકે છે. પ્રીમિયમ મુજબ આમાં સુગમતા (Flexibility) પણ મળશે. આ પોલિસી પર કોઈ GST લાગશે નહીં, જેના કારણે ખર્ચ ઓછો થશે. રેગ્યુલર પોલિસીની સરખામણીમાં 70:30 વિકલ્પ પર તમને 28% અને 50:50 વિકલ્પ પર 42% ડિસ્કાઉન્ટ મળશે.

8 / 9
જો કોઈ વર્ષ દરમિયાન ક્લેમ (દાવો) કરવામાં ન આવે, તો 10% ક્યુમિલિટીવ બોનસ (Cumulative Bonus) મળશે. આ બોનસની મર્યાદા વીમાની રકમ (Sum Insured) ના 100% સુધી નક્કી કરવામાં આવી છે. હવે આ સંજોગોમાં, 'પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમો' સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સરળ તેમજ ભરોસાપાત્ર હેલ્થ કવરેજ સાબિત થશે.

9 / 9

આ પણ વાંચો: દિવસની ‘ચા’ કરતાં પણ સસ્તું પ્રીમિયમ ! ₹20 ભરો અને 2 લાખ રૂપિયાનો વીમો મેળવો, સરકારની આ યોજના તો અદભૂત છે

g clip-path="url(#clip0_868_265)">