પતંગ દોરી છોડીને હાથમાં પકડ્યા દારુના ગ્લાસ, ધાબા પર ચાલતી પાર્ટીના રંગમાં પોલીસે પાડ્યો ભંગ, 16 પકડાયા – જુઓ Video
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી 'સેન્ટેરીયન વિસ્ટા' બિલ્ડિંગના ધાબે ચાલી રહેલી દારૂની મહેફિલ પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
વાસી ઉત્તરાયણની રાત્રે અમદાવાદમાં ગુલબાઈ ટેકરા પાસે આવેલી ‘સેન્ટેરીયન વિસ્ટા’ બિલ્ડિંગના ધાબે દારૂની મહેફિલ જામી હોવાની બાતમી ગુજરાત યુનિવર્સિટી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે જ્યારે ઘટનાસ્થળે તપાસ કરી, ત્યારે ધાબા પરથી 16 યુવક નશાની હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન, સ્થળ પરથી દારૂની 10 ભરેલી અને 02 ખાલી બોટલ કબજે કરી લેવાઈ છે. આ સિવાય પોલીસે બિયરની 21 ભરેલી અને 06 ખાલી બોટલ પણ જપ્ત કરી દીધી છે.
આ ઉપરાંત, પોલીસે હુક્કાબારના સામાન સહિત અંદાજે 45 હજાર રૂપિયાનો મુદ્દામાલ જમા કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ મહેફિલનું આયોજન કુશલ શાહ નામના યુવકે કર્યું હતું. પોલીસે આ મામલે કુલ 16 યુવક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
