AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતીય પાસપોર્ટની વધી તાકાત, 55 દેશોમાં Visa-Free એન્ટ્રીને મળી મંજૂરી

ભારતીય પાસપોર્ટની શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ, ભારત 5 સ્થાન ઉપર ચઢીને 80મા ક્રમે પહોંચ્યું છે. હવે ભારતીય નાગરિકોને 55 દેશોમાં વિઝા-મુક્ત અથવા સરળ પ્રક્રિયા દ્વારા મુસાફરી કરવાની સુવિધા મળશે.

| Updated on: Jan 16, 2026 | 12:39 PM
Share
ભારતીય પાસપોર્ટની વૈશ્વિક શક્તિમાં વધારો થયો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 અનુસાર, ભારતના પાસપોર્ટ રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ભારત પાંચ સ્થાન ઉપર ચઢીને હવે 80મા ક્રમે પહોંચી ગયું છે. આ સાથે જ ભારતીય નાગરિકોને 55 દેશોમાં વિઝા-free, વિઝા-ઓન-અરાઇવલ અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) દ્વારા મુસાફરી કરવાની મંજૂરી મળી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ સરળ બની છે.

1 / 8
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં વૈશ્વિક સ્તરે પાસપોર્ટ શક્તિમાં મોટા ફેરફારો નોંધાયા છે. આ વર્ષે પણ એશિયન દેશોનું વર્ચસ્વ યથાવત્ રહ્યું છે. સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી રહ્યો છે, જે તેના નાગરિકોને 192 દેશોમાં વિઝા-free મુસાફરી કરવાની સુવિધા આપે છે. જાપાન અને દક્ષિણ કોરિયા 188 દેશોમાં વિઝા-free પ્રવેશ સાથે બીજા ક્રમે છે.

2 / 8
સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પણ આ વર્ષે ખાસ ધ્યાન ખેંચ્યું છે. UAE પાંચમા ક્રમે પહોંચી ગયું છે અને વૈશ્વિક પાસપોર્ટ રેન્કિંગમાં તેની સ્થિતિ વધુ મજબૂત બની છે. આ બદલાવ દર્શાવે છે કે વૈશ્વિક મોબિલિટીમાં એશિયા અને મધ્ય પૂર્વના દેશોની ભૂમિકા સતત વધી રહી છે.

3 / 8
ભારત માટે આ અહેવાલ સકારાત્મક સંકેત આપે છે. ગયા વર્ષે ભારત 85મા ક્રમે હતું, જ્યારે આ વર્ષે તે પાંચ સ્થાન આગળ વધીને 80મા સ્થાને પહોંચી ગયું છે. ભારતીય નાગરિકો હવે અગાઉની સરખામણીમાં વધુ દેશોમાં વિઝા વિના અથવા સરળ પ્રક્રિયા દ્વારા મુસાફરી કરી શકે છે, જે દેશની વૈશ્વિક પહોંચ વધતી હોવાનો સંકેત છે.

4 / 8
આ વધેલી પાસપોર્ટ શક્તિથી ભારતીય પ્રવાસીઓને અનેક પ્રદેશોમાં લાભ મળશે. એશિયા, આફ્રિકા, ઓશનિયા, કેરેબિયન અને મધ્ય પૂર્વના ઘણા દેશોમાં હવે મુસાફરી વધુ સરળ બની છે. વિઝા-free દેશોમાં થાઈલેન્ડ, મલેશિયા, મોરેશિયસ, નેપાળ, બાર્બાડોસ, ફીજી તેમજ સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેડાઇન્સનો સમાવેશ થાય છે.

5 / 8
જ્યારે કેટલાક દેશોમાં વિઝા-ઓન-અરાઇવલ અથવા ETAની સુવિધા ઉપલબ્ધ છે. તેમાં ઈન્ડોનેશિયા, માલદીવ, શ્રીલંકા, કેન્યા, જોર્ડન અને ફિલિપાઇન્સ જેવા દેશો સામેલ છે. આ સુવિધાઓથી પ્રવાસ આયોજન સરળ બન્યું છે અને સમય તથા દસ્તાવેજી પ્રક્રિયાનો ઝંઝટ ઓછો થયો છે.

6 / 8
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ વિશ્વના ટોચના પાસપોર્ટોમાં સિંગાપોર, જાપાન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે, જ્યારે યુરોપિયન દેશો અને UAE પણ મજબૂત સ્થાને છે. આ યાદી વૈશ્વિક મુસાફરીમાં દેશોની અસર અને તેમની કૂટનીતિક શક્તિ દર્શાવે છે.

7 / 8
એકંદરે, આ અહેવાલ સ્પષ્ટ કરે છે કે ભારતના પાસપોર્ટની મજબૂતાઈ ધીમે ધીમે વધી રહી છે. આવનારા સમયમાં ભારતીય નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ સરળ બનવાની શક્યતા છે, જે પ્રવાસ, વેપાર અને વૈશ્વિક સંબંધો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

8 / 8

લોહીની ઉણપને દૂર કરવા બાબા રામદેવે સૂચવેલી આ વસ્તુઓ છે શ્રેષ્ઠ ઉપાય

g clip-path="url(#clip0_868_265)">