કમાણીની ‘મોટી તક’! Vande Bharat પ્રોજેક્ટથી ચમકશે આ રેલવે શેર્સની કિસ્મત, મળી શકે છે ‘બમ્પર રિટર્ન’
ભારતમાં વંદે ભારત ટ્રેનનો નેટવર્ક વિસ્તાર ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. રેલવેના આ આધુનિકીકરણના કારણે ટ્રેનના સ્પેરપાર્ટ્સ અને ટેકનોલોજી બનાવતી દેશની ઘણી કંપનીઓને મોટા ઓર્ડર મળવાની આશા છે. બસ આના લીધે રોકાણકારોની નજર રેલવેના કેટલાંક Shares પર ટકેલી છે.

ભારતમાં વંદે ભારત (Vande Bharat) ટ્રેનનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. ભારતીય રેલવે આગામી વર્ષોમાં સેંકડો વંદે ભારત ટ્રેનસેટ્સને નેટવર્કમાં જોડવાની યોજના પર કામ કરી રહી છે. સરકારનું ફોકસ રેલવેના આધુનિકીકરણ, ઘરેલું મેન્યુફેક્ચરિંગ અને હાઈ-સ્પીડ રેલ નેટવર્કને મજબૂત કરવા પર છે. આવી સ્થિતિમાં ટ્રેન નિર્માણ, પ્રોપલ્શન સિસ્ટમ, બ્રેકિંગ સિસ્ટમ, સેફ્ટી ટેકનોલોજી, રેલવે કમ્પોનન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી ઘણી કંપનીઓ માટે નવા બિઝનેસની તકો ઊભી થઈ રહી છે. રેલવેના આ મોટા વિસ્તારનો ફાયદો માત્ર ટ્રેન બનાવતી કંપનીઓ પૂરતો સીમિત નહીં રહે પરંતુ સમગ્ર રેલવે સપ્લાય ચેઈન સાથે જોડાયેલી કંપનીઓને પણ મળવાની આશા છે.

BHEL એ વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રોજેક્ટ માટે ટિટા ગઢ રેલ સિસ્ટમ્સ (Titagarh Rail Systems) સાથે મળીને સેમી-હાઈ-સ્પીડ ટ્રેક્શન ટ્રાન્સફોર્મર, ટ્રેક્શન કન્વર્ટર અને ટ્રેક્શન મોટરની સપ્લાય શરૂ કરી દીધી છે. કંપનીને રેલ બોર્ન મેઈન્ટેનન્સ વ્હીકલ્સ (RBMVs) નો ઓર્ડર પણ મળ્યો છે, જેનાથી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેની હાજરી વધુ મજબૂત થઈ છે. શુક્રવારે કંપનીનો શેર 422 રૂપિયા પર બંધ થયો હતો.

ટ્રેડ બ્રેઈન્સ (Trade Brains) ના અહેવાલ મુજબ, ટિટા ગઢ રેલ સિસ્ટમ્સ અને BHEL ના કન્સોર્ટિયમને ભારતીય રેલવે તરફથી અંદાજે 24,000 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. આ અંતર્ગત 80 Vande Bharat Sleeper ટ્રેનસેટ્સનું નિર્માણ અને 35 વર્ષ સુધી તેની જાળવણી કરવામાં આવશે. ટ્રેનોનું ફાઈનલ એસેમ્બલી ચેન્નાઈ અને લાતુર સ્થિત રેલવે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં થશે. શુક્રવારે Titagarh Rail Systems નો શેર 860 રૂપિયા પર બંધ થયો હતો.

BEML એ ભારતનું પ્રથમ સ્વદેશી વંદે ભારત સ્લીપર ટ્રેનસેટ તૈયાર કર્યું છે. તેમાં ઓક્સિજન લેવલ મેઈન્ટેનન્સ સિસ્ટમ, ટેમ્પરેચર કંટ્રોલ, મોડ્યુલર પેન્ટ્રી અને લાંબી મુસાફરી માટે આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. કંપનીએ બેંગલુરુમાં રોલિંગ સ્ટોક એક્સપોર્ટ હેંગરનું પણ ઉદ્ઘાટન કર્યું છે. શુક્રવારે કંપનીનો શેર 1,812 રૂપિયા પર બંધ થયો હતો.

Ramkrishna Forgings એ વંદે ભારત સ્લીપર કોચ પ્રોજેક્ટ માટે પ્રથમ સંપૂર્ણ એસેમ્બલ LHB બોગી ફ્રેમ (Bogie Frame) મોકલી છે. તેમાં સસ્પેન્શન સિસ્ટમ, ડિસ્ક બ્રેક અને વ્હીલ્સ જેવા મહત્વના કમ્પોનન્ટ્સનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ કંપનીને રેલવે રોલિંગ સ્ટોક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય ચેઈનમાં મજબૂત સ્થાન અપાવી શકે છે. શુક્રવારે કંપનીનો શેર 568 રૂપિયા પર બંધ થયો હતો.

Kernex Microsystems India એ દિલ્હી-હાવડા કોરિડોરના ટુંડલા-પનકી ધામ સેક્શન પર Kavach Version 4.0 Automatic Train Protection (ATP) સિસ્ટમનું સફળતાપૂર્વક સંચાલન શરૂ કર્યું છે. આ સ્વદેશી સેફ્ટી સિસ્ટમનું પરીક્ષણ વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનો સાથે કરવામાં આવ્યું છે. આ સિસ્ટમને કલાકના 130 કિલોમીટર સુધીની ઝડપ માટે મંજૂરી મળી ચૂકી છે. શુક્રવારે કંપનીનો શેર 2,035 રૂપિયા પર બંધ થયો હતો.

Sona BLW Precision Forgings એ વંદે ભારત અને મેટ્રો ટ્રેનો માટે એડવાન્સ્ડ બ્રેકિંગ સિસ્ટમ વિકસાવી છે. તેમાં ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ, ન્યુમેટિક કમ્પોનન્ટ્સ અને વ્હીલ સ્લિપ પ્રોટેક્શન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે, આ સિસ્ટમ મુસાફરોની સુરક્ષા અને ટ્રેનની વિશ્વસનીયતામાં સુધારો કરશે. શુક્રવારે કંપનીનો શેર 705 રૂપિયા પર બંધ થયો હતો.

Siemens ને ટિટા ગઢ રેલ સિસ્ટમ્સ પાસેથી પુણે મેટ્રો વિસ્તાર પ્રોજેક્ટ માટે પ્રોપલ્શન સિસ્ટમ અને ટ્રેન કંટ્રોલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (TCMS) ની સપ્લાયનો ઓર્ડર મળ્યો છે. આ અંતર્ગત કંપની ટ્રેક્શન કન્વર્ટર, ટ્રેક્શન મોટર અને અન્ય આધુનિક રેલ સિસ્ટમ ઉપલબ્ધ કરાવશે. શુક્રવારે કંપનીનો શેર 3,659 રૂપિયા પર બંધ થયો હતો.

Jupiter Wagons પશ્ચિમ બંગાળના હુગલીમાં વંદે ભારત ટ્રેનો અને મેટ્રો કોચના નિર્માણ માટે નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી રહી છે. કંપનીની સહયોગી કંપની જ્યુપિટર તાત્રાવેગોન્કા રેલવ્હીલ ફેક્ટરી (Jupiter Tatravagonka Railwheel Factory) ને વંદે ભારત ટ્રેનો માટે 5,376 વ્હીલસેટ્સની સપ્લાય માટે 215 કરોડ રૂપિયાનો લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) પણ મળ્યો છે. આ સિવાય કંપની ઓડિશામાં 2,500 કરોડ રૂપિયાના ખર્ચે ફોર્જ્ડ વ્હીલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી રહી છે. શુક્રવારે કંપનીનો શેર 254.30 રૂપિયા પર બંધ થયો હતો.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ ‘3 સ્ટોક’ પર રાખો નજર… કિંમત 250 રૂપિયાથી ઓછી અને ભવિષ્યમાં તગડી કમાણીની સંભાવના
