AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચશે… કિંમતી ધાતુઓ ભૂલથી પણ ના વેચતા, એક લેખકે આપ્યા ‘મોટા સંકેત’

સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં આવેલો ઘટાડો રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે. એવામાં પ્રખ્યાત રોકાણકાર અને લેખકે આ અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમના મતે, આ ઘટાડાથી ગભરાવાની જરૂર નથી પરંતુ તે કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાની એક શાનદાર તક છે.

| Updated on: Jul 18, 2026 | 3:26 PM
Share
'રિચ ડેડ પુઅર ડેડ' ના લેખક અને રોકાણકાર રોબર્ટ કિયોસાકી એકવાર ફરી સોના-ચાંદીને લઈને ખૂબ જ સકારાત્મક જોવા મળ્યા છે. તેમણે કહ્યું છે કે, સોના અને ચાંદીની કિંમતો આવનારા સમયમાં મોટી તેજી દર્શાવી શકે છે. તેમના મતે, તાજેતરમાં બંનેની કિંમતોમાં આવેલો મોટો ઘટાડો ગભરાવાનો નહીં પરંતુ ખરીદી કરવાની ઉત્તમ તક છે.

1 / 5
રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, તેઓ દિગ્ગજ રોકાણકાર જિમ રોજર્સના અભિપ્રાય સાથે સંપૂર્ણપણે સહમત છે. જિમ રોજર્સનું માનવું છે કે, ભવિષ્યમાં સોના અને ચાંદીના ભાવ ખૂબ ઊંચા સ્તરે જઈ શકે છે. જો કે, આ દરમિયાન ઘણી વખત મોટો ઘટાડો પણ જોવા મળશે.

2 / 5
કિયોસાકીએ જણાવ્યું કે, તાજેતરમાં સોના અને ચાંદી બંનેમાં તીવ્ર ઘટાડો આવ્યો. તેમના જણાવ્યા અનુસાર, સોનું પહેલા 5,405 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યું અને પછી ઘટીને 4,006 ડોલર પર આવી ગયું. બીજીબાજુ ચાંદી 118 ડોલરથી ગગડીને 56 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ. તેમણે કહ્યું કે, ઘણા નાના રોકાણકારો અવારનવાર એક મોટી ભૂલ કરે છે. તેઓ કિંમતો રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા પછી ખરીદી કરે છે અને જ્યારે બજાર ઘટે છે, ત્યારે ગભરાઈને નુકસાનમાં વેચી દે છે. કિયોસાકીનું કહેવું છે કે, તેમણે આ ઘટાડા દરમિયાન પોતાના પોર્ટફોલિયોમાં વધુ સોનું અને ચાંદી ઉમેર્યા છે.

3 / 5
રોબર્ટ કિયોસાકીનું માનવું છે કે, વિશ્વનું અર્થતંત્ર આ સમયે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે, તેમને વિશ્વના નેતા અને કેન્દ્રીય બેંક પર ભરોસો નથી કે; તેઓ વર્તમાન આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકશે. તેમણે કહ્યું કે, વધતું દેવું અને સતત મોંઘવારી આવનારા સમયમાં વધુ વધી શકે છે. આવા માહોલમાં સોના અને ચાંદી જેવા સુરક્ષિત રોકાણના વિકલ્પોની માંગ વધવાની શક્યતા રહે છે. આ જ કારણ છે કે, તેઓ લાંબા સમય માટે આ બંને ધાતુઓને શ્રેષ્ઠ રોકાણ માને છે.

4 / 5
પોસ્ટના અંતમાં તેમણે રોકાણકારોને સવાલ પૂછ્યો કે, તેઓ શું કરવા માંગે છે? ઊંચા ભાવે ખરીદીને ઓછી કિંમતે વેચવાની ભૂલ કરશે કે પછી ઘટાડા દરમિયાન ખરીદી કરીને ભવિષ્યમાં ફાયદો મેળવવાનો પ્રયાસ કરશે? આ દરમિયાન સ્થાનિક બજારમાં ગત શુક્રવારે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ઓલ ઈન્ડિયા સર્રાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતાવાળું સોનું 800 રૂપિયા તૂટીને 1,45,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. પાછલા ટ્રેડિંગ સેશનમાં તેનો ભાવ 1,46,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદીની કિંમત 2,000 રૂપિયા ઘટીને 2,22,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ. આ પહેલાં તેનો ભાવ 2,24,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. શનિવાર-રવિવાર બજાર બંધ રહેશે, તેથી આ જ રેટ માન્ય રહેશે.

5 / 5

શું ‘સોનું’ હજુ સસ્તું થશે? આખરે કેટલો આવશે ‘કડાકો’ ? બેંક ઓફ અમેરિકાએ કરી ‘મોટી ભવિષ્યવાણી’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">