18 July 2026

સોના-ચાંદીમાં આવશે જોરદાર ઉછાળો...! 

'રિચ ડેડ પુઅર ડેડ' ના લેખક અને રોકાણકાર રોબર્ટ કિયોસાકી સોના-ચાંદીને લઈને ખૂબ જ સકારાત્મક જોવા મળ્યા છે.

રોબર્ટ કિયોસાકી

તેમણે કહ્યું છે કે, સોના અને ચાંદીની કિંમતો આવનારા સમયમાં મોટી તેજી દર્શાવી શકે છે. 

મોટી તેજી

તેમના મતે, તાજેતરમાં બંનેની કિંમતોમાં આવેલો મોટો ઘટાડો ગભરાવાનો નહીં પરંતુ ખરીદી કરવાની ઉત્તમ તક છે.

ઉત્તમ તક

કિયોસાકીના જણાવ્યા અનુસાર, 'સોનું' પહેલા 5,405 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યું અને પછી ઘટીને 4,006 ડોલર પર આવી ગયું. 

મોટો ઘટાડો

બીજીબાજુ 'ચાંદી' 118 ડોલરથી ગગડીને 56 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ.

'ચાંદી' ગગડી

કિયોસાકીનું કહેવું છે કે, તેમણે આ ઘટાડા દરમિયાન પોતાના પોર્ટફોલિયોમાં વધુ સોનું અને ચાંદી ઉમેર્યા છે.

સોનું અને ચાંદી ઉમેર્યા

કિયોસાકીનું માનવું છે કે, ભવિષ્યમાં સોના અને ચાંદીના ભાવ ખૂબ ઊંચા સ્તરે જઈ શકે છે.

ભાવ ઊંચા સ્તરે