AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાળ, નખ કાપવાથી લઈને મુસાફરી સુધી… શનિવારે ન કરો આ 5 કામો, નહીં તો શનિદેવના પ્રકોપનો કરવો પડશે સામનો ?

શનિવારનો દિવસ ભગવાન શનિદેવજીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો વ્રત પણ રાખે છે. ધાર્મિક માન્યતા મુજબ, શનિવારે શનિદેવની ભક્તિ અને વ્રત કરવાથી અનેક કષ્ટો દૂર થઈ શકે છે. તેમજ સાડેસાતીથી પણ રાહત મળી શકે છે

| Updated on: Jul 18, 2026 | 7:40 AM
Share
શનિવારે વાળ, દાઢી અથવા નખ ક્યારેય ન કાપવા : માન્યતા મુજબ શનિવારે વાળ, દાઢી અથવા નખ કાપવા નહીં કેમ કે તેનાથી જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. શનિદોષ લાગવાની શક્યતા રહે છે. (Image Source | iStock)

1 / 6
લોખંડની ખરીદી ન કરવી : શનિદેવનો સંબંધ લોખંડ સાથે માનવામાં આવે છે. તેથી શનિવારે લોખંડથી બનેલી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે લોખંડ ખરીદવાથી ઘરમાં કલહ વધી શકે છે. પારિવારિક સંબંધોમાં મતભેદ સર્જાઈ શકે છે. (Image Source | iStock)

2 / 6
શનિવારે મીઠું ન ખરીદવું : ધાર્મિક માન્યતા મુજબ, શનિવારે મીઠું ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે શનિવારે મીઠું ખરીદવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. (Image Source | iStock)

3 / 6
માંસાહાર અને દારૂથી દૂર રહો : શનિવારે માંસાહાર અને દારૂનું સેવન ટાળવું જોઈએ. માન્યતા મુજબ આ દિવસે માંસાહાર કરવાથી અથવા બનાવવાથી શનિદેવ નારાજ થઈ શકે છે. તેથી અશુભ પરિણામ ભોગવવું પડી શકે છે. (Image Source | iStock)

4 / 6
પૂર્વ અને ઈશાન દિશામાં મુસાફરી ટાળવી : શનિવારે પૂર્વ અને ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. માન્યતા મુજબ, આ દિશાઓ શનિવારે અશુભ માનવામાં આવે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરતી તેનું સમર્થન કરતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, કેમ ભગવાન જગન્નાથજીની આંખો આટલી મોટી છે? રથયાત્રાના પવિત્ર દિવસે જાણી લો મૂર્તિ પાછળનું પૌરાણિક રહસ્ય

Follow Us
g clip-path="url(#clip0_868_265)">