AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિસ્ટમનું કડવું સત્ય સામે લાવશે ‘The India Story’, ખેતીના નામે ચાલતા ‘ઝેરી ખેલ’ સામે કાજલ-શ્રેયસની જંગ

કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેની આગામી સોશિયલ ડ્રામા ફિલ્મ 'The India Story: સ્લો પોઇઝન ઇન પ્રોગ્રેસ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ખેતીમાં વપરાતી ઝેરી જંતુનાશક દવાઓની ગંભીર અસરો અને તેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તોળાતા જોખમની સચ્ચાઈ સામે લાવે છે.

સિસ્ટમનું કડવું સત્ય સામે લાવશે 'The India Story', ખેતીના નામે ચાલતા 'ઝેરી ખેલ' સામે કાજલ-શ્રેયસની જંગ
Image Credit source: AI Generated
| Updated on: Jul 18, 2026 | 6:24 PM
Share

‘The India Story: સ્લો પોઇઝન ઇન પ્રોગ્રેસ’ ના મેકર્સે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેની આગામી સોશિયલ ડ્રામા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મ ખેતીમાં પેસ્ટીસાઇડ્સ (જંતુનાશકો) ના ઉપયોગ અને લોકો તેમજ પર્યાવરણ પર તેની લાંબાગાળે પડતી નકારાત્મક અસરોના મુદ્દાને દર્શાવે છે.

સાથે જ આ સત્ય, ન્યાય અને હિંમતની વાર્તા પણ વણે છે. 2 મિનિટ અને 35 સેકન્ડનું આ ટ્રેલર એક ઇમોશનલ વાર્તાની ઝલક બતાવે છે, જેમાં શ્રેયસ તલપડે અને કાજલ અગ્રવાલ સાથે મળીને જંતુનાશક દવાઓના કૌભાંડ સામે જંગ લડતા જોવા મળે છે.

કાજલ-શ્રેયસ બતાવશે જંતુનાશક કટોકટીનું સત્ય

શ્રેયસ તલપડે છેલ્લા કેટલાક દિવસોથી 34 કલાકારથી સજ્જ ‘વેલકમ ટુ ધ જંગલ’ માં પોતાની પરફોર્મન્સને લઈને ચર્ચામાં હતા. હવે તેઓ ‘The India Story’ સાથે મોટા પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે.

આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ પણ મુખ્ય ભૂમિકામાં છે. ‘The India Story’ માં કાજલ અને શ્રેયસ એક એવી સિસ્ટમ સામે લડે છે, જેની પાસે લોકો ન્યાયની આશા રાખતા હોય છે. તેઓ એક એવા જોખમને સામે લાવે છે, જે લાખો લોકોને પ્રભાવિત કરી રહ્યું છે.

કોર્ટરૂમ ડ્રામા, સામાજિક મુદ્દાઓ અને વ્યક્તિગત સંઘર્ષોને જોડીને આ ફિલ્મની વાર્તા બનાવવામાં આવી છે. ટ્રેલરમાં બતાવાયેલા હૃદયદ્રાવક દ્રશ્યો આ ગંભીર સંકટને કારણે લોકોની જિંદગી કેવી બરબાદ થઈ રહી છે, તે દર્શાવે છે અને અંતે જોનારાઓ પર ઊંડી છાપ છોડી જાય છે. ફિલ્મમાં કાજલ અગ્રવાલે એક વકીલની ભૂમિકા ભજવી છે, જે જવાબદાર લોકોને પડકારે છે અને પીડિતોના ન્યાય માટે કાનૂની લડત લડે છે.

The India Story ની વાર્તા

ટ્રેલરની શરૂઆત શ્રેયસ તલપડેના પાત્રથી થાય છે, જે કેન્સરના કારણે પોતાની 7 વર્ષની દીકરી ગુમાવી ચૂક્યો છે. હવે જેમ-જેમ વાર્તા આગળ વધે છે, તેમ તેમ તેમાં જંતુનાશકોના ઉપયોગવાળી ખેતીની આડઅસરો દર્શાવવામાં આવી છે અને એ બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ઝેરી કેમિકલ્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ધીમે-ધીમે સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.

3 ભાષામાં રિલીઝ થશે ‘The India Story’

‘The India Story’ ના ડાયરેક્ટર ચેતન ડીકે છે અને તેને સાગર બી. શિંદેએ લખી તેમજ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 24 જુલાઈએ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને તે હિન્દી, તેલુગુ તેમજ તમિલ ભાષાઓમાં આવશે.

ઇતિહાસની દર્દનાક ઝલક બતાવશે ‘બંટવારા 1947’, નવું ટીઝર જોઈને તમારા રૂંવાડા ઊભા થઈ જશે

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
g clip-path="url(#clip0_868_265)">