Junagadh Breaking News : ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું ! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત, જુઓ-Video
સિંહોનું ટોળું રસ્તા પર લટાર મારતું જોવા મળ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એકસાથે લગભગ 6 જેટલા સિંહો રસ્તા પર નિર્ભય રીતે ફરી રહ્યા હોવાનું જોવા મળે છે. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલી ST બસને સિંહોના ટોળાને કારણે થોડા સમય માટે રોકાવું પડ્યું હતું.
જૂનાગઢના ગીરમાં અવાર નવાર રસ્તા પર લટાર મારતા જોવા મળી જાય છે ત્યારે આજે પણ કાઈક આમ જ બન્યું એક સાથે 6 સિંહો રસ્તા પર ઉતરી આવ્યા અને સામેથી આવી રહેલી ST બસના પૈડાને થંભાવી દીધા. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જે બાદ લોકો આ રોમાંચિત દ્રશ્ય જોઈ લોકો ખુશ થઈ ગયા છે.
ST બસની આડે આવ્યું સિંહનું ટોળું
જૂનાગઢમાં હાલ ગિરનારની પરિક્રમાં ચાલી રહી છે ત્યારે થોડા દિવસો પહેલા એક 11 વર્ષના બાળક પર સિંહના હુમલા બાદ આવી ઘટનાઓને રોકવા માટે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને તેના પર કામગીરી પણ તેજ બની છે બીજી તરફ સિંહોનો જંગલની બહાર આવી રસ્તા પર ફરતો વીડિયો સામે આવ્યો છે.
રસ્તા પર લટાર મારતા દેખાયા સિંહ
સિંહોનું ટોળું રસ્તા પર લટાર મારતું જોવા મળ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એકસાથે લગભગ 6 જેટલા સિંહો રસ્તા પર નિર્ભય રીતે ફરી રહ્યા હોવાનું જોવા મળે છે. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST)ની બસને સિંહોના ટોળાને કારણે થોડા સમય માટે રોકાવું પડ્યું હતું. સિંહો રસ્તા પર ફરતા હોવાથી બસના પૈડા થંભી ગયા હતા અને બસ આગળ વધી શકી નહોતી.
બસમાં બેઠેલા મુસાફરો માટે આ દૃશ્ય રોમાંચક બની ગયું હતું. મુસાફરોએ પોતાના મોબાઇલ ફોનમાં સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
એકસાથે 6 જેટલા સિંહો જોવા મળતા મુસાફરો રોમાંચિત
ગીર એ એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન હોવાથી આવા દૃશ્યો સમયાંતરે જોવા મળતા રહે છે. જોકે, વન વિભાગ દ્વારા પ્રવાસીઓ અને વાહનચાલકોને જંગલ વિસ્તારમાં સિંહો દેખાય ત્યારે સુરક્ષિત અંતર જાળવવા અને કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવાની અપીલ કરવામાં આવે છે.
ગીરમાં સિંહના હુમલા રોકવા વન વિભાગ એક્શનમાં, AI અને થર્મલ ડ્રોનનો કરાશે ઉપયોગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે

