Stock Market : 9852% નું મલ્ટિબેગર રિટર્ન ! 16 લાખ શેરનું ટ્રેડિંગ થયું, સ્મોલ-કેપ કંપનીના સ્ટોકમાં અપર સર્કિટ જોવા મળી
સોમવારે સ્મોલ-કેપ કંપનીના નબળા ત્રિમાસિક પરિણામો આવ્યા હોવા છતાં ભારે વોલ્યુમના લીધે રોકાણકારોમાં આ સ્ટોકને લઈને રસ જાગ્યો છે. આ શેરે એક વર્ષમાં 1,584% જેટલું રિટર્ન આપ્યું છે, જ્યારે 3-5 વર્ષમાં તે મજબૂત મલ્ટિબેગર સાબિત થયો છે.

સિગારેટ અને તમાકુ પ્રોડક્ટસ બનાવતી સ્મોલ-કેપ કંપનીના શેરમાં સોમવારે જોરદાર તેજી જોવા મળી. BSE પર તેના શેર ₹105.10 પર બંધ થયા. અગાઉ શેર સતત 11 સેશનથી ઘટી રહ્યો હતો અને ઘણા દિવસોથી લોઅર સર્કિટ વાગી રહી હતી.

આ સમયગાળા દરમિયાન લગભગ 16 લાખ શેરનું ટ્રેડિંગ થયું હતું, જે અગાઉના અઠવાડિયાનું સરેરાશ વોલ્યુમ ફક્ત 1 લાખ શેર જેટલું હતું અને એક મહિનાનું સરેરાશ 4 લાખ શેરનું હતું. એકંદરે નબળા નાણાકીય પરિણામો છતાં ભારે વોલ્યુમ અને રોકાણકારોના વધતાં રસે શેરને નવી ઊંચાઈ પર લાવી દીધો છે.

સિગારેટ અને તમાકુ પ્રોડક્ટસ બનાવતી કંપનીના શેરે છેલ્લા 1 વર્ષમાં લગભગ 1,600% નું રિટર્ન આપ્યું છે. છેલ્લા 1 મહિનામાં શેર 28.5% ઘટ્યો છે, જ્યારે છેલ્લા 3 મહિનામાં તેમાં 74.5% નો મોટો ઘટાડો થયો છે. આ હોવા છતાં પણ છેલ્લા 6 મહિનામાં સ્ટોકમાં 198% નો વધારો થયો છે અને વાર્ષિક ધોરણે 960% નો વધારો થયો છે. તે શેરે 1 વર્ષમાં 1,584% નું શાનદાર રિટર્ન આપ્યું છે. નોંધનીય છે કે, આ શેરે છેલ્લા 3 વર્ષમાં 9723% અને 5 વર્ષમાં 9852% નું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

કંપનીએ તાજેતરમાં તેના બીજા ક્વાર્ટર (Q2-FY26) ના પરિણામો જાહેર કર્યા, જેમાં ઘટાડો જોવા મળ્યો. કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ ₹183.61 કરોડથી ઘટીને ₹101.87 કરોડની આસપાસ જોવા મળ્યું. બીજીબાજુ, રેવન્યુ ₹3,739.87 કરોડથી ઘટીને ₹2,195.86 કરોડ થઈ ગઈ. આ કંપની 50 થી વધુ દેશોમાં કાર્યરત છે.

કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર ₹0.05 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. આ માટેની રેકોર્ડ તારીખ 12 નવેમ્બર હતી. શેર ₹422.65 ના 52 અઠવાડિયાના હાઇ લેવલ પર પહોંચ્યો હતો અને હાલમાં ₹105.10 પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ ₹16,800 કરોડ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
