રાજકોટની એક મોટી કંપનીનો આવી રહ્યો છે IPO, રોકાણકારો કમાણી કરવા રૂપિયા તૈયાર રાખજો
રાજકોટ સ્થિત કંપનીએ 21 નવેમ્બરે IPO દ્વારા 650 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે મૂડી બજારના નિયમનકાર SEBI પાસે ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા છે. IPO માં પ્રમોટર્સ સહિત શેરધારકો દ્વારા 650 કરોડ રૂપિયાના માત્ર ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે અને તેમાં કોઈ ફ્રેશ ઈશ્યુ ઘટક નથી.

રાજકોટ સ્થિત FMCG કંપની ગોપાલ સ્નેક્સે 21 નવેમ્બરે IPO દ્વારા 650 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે મૂડી બજારના નિયમનકાર SEBI પાસે ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા છે. IPO માં પ્રમોટર્સ સહિત શેરધારકો દ્વારા 650 કરોડ રૂપિયાના માત્ર ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે અને તેમાં કોઈ ફ્રેશ ઈશ્યુ ઘટક નથી.

કંપની પ્રમોટર્સ બિપીનભાઈ વિઠ્ઠલભાઈ હદવાણી અને ગોપાલ એગ્રીપ્રોડક્ટ્સ અને રોકાણકાર હર્ષ સુરેશકુમાર શાહ ઓફર ફોર સેલમાં વેચાણ કરનારા શેરધારકો છે. ગોપાલ સ્નેક્સના પ્રમોટર્સ બિપીનભાઈ હદવાણી, દક્ષાબેન હદવાણી, ગોપાલ એગ્રીપ્રોડક્ટ્સ અને રાજ બિપિનભાઈ હદવાણી કંપનીમાં 93.5 ટકા હિસ્સો ધરાવે છે.

કંપની બાકીનો 6.5 ટકા હિસ્સો હર્ષ સુરેશકુમાર શાહ, એક્સિસ ગ્રોથ એવેન્યુઝ એઆઈએફ-આઈ અને અશોકા ઈન્ડિયા ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ PLC પાસે છે. માર્ચ FY23 ના અંતે પૂરા થયેલા વર્ષમાં 112.4 કરોડ રૂપિયાના નફામાં જંગી 170.5 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.

વર્ષ દરમિયાન કામગીરીમાંથી કરેલી આવક પાછલા વર્ષની સરખામણીમાં 3.1 ટકા વધીને 1,394.6 કરોડ રૂપિયા થઈ છે. નાણાકીય વર્ષ 21-23ના સમયગાળા દરમિયાન નફો 130.65 ટકાના CAGR અને 11.15 ટકાના દરે વધ્યો છે.

ગોપાલ સ્નેક્સ, જે ભારતમાં ગઠિયાના સૌથી મોટા ઉત્પાદક હોવાનો દાવો કરે છે, તે બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલ અને પ્રતાપ સ્નેક્સ જેવી લિસ્ટેડ કંપનીઓ સાથે સરખામણી કરે છે.
