AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં ગૌતમ અદાણીની કંપનીઓનો કમાલ, આટલી મોટી રકમ સાથે કર્યું કમબેક

હિંડનબર્ગના અહેવાલ બાદ પ્રથમ વખત અદાણી ગ્રુપે બજારમાંથી આટલી મોટી રકમ એકત્ર કરી છે. અદાણી એનર્જીનો QIP ત્રણ વખત સબસ્ક્રાઇબ થયો હતો. બીજી તરફ એવી પણ માહિતી છે કે, અદાણી એન્ટરપ્રાઇઝ પણ રૂપિયા 600 કરોડ એકત્ર કરશે.

| Updated on: Jul 31, 2024 | 5:12 PM
Share
ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે બજારમાંથી લગભગ 1 અબજ ડોલર એટલે કે રૂપિયા 8300 કરોડ એકત્ર કરવામાં સફળતા મેળવી છે. અદાણી એનર્જી સોલ્યુશન્સે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા  આ નાણાં એકત્ર કર્યા છે. હિંડનબર્ગ રિપોર્ટના ફટકાનો સામનો કર્યા બાદ પ્રથમ વખત અદાણી ગ્રુપે બજારમાંથી આટલી મોટી રકમ એકત્ર કરી છે. આ અહેવાલથી અદાણી ગ્રૂપની કંપનીઓની નેટવર્થને ભારે નુકસાન થયું હતું.

1 / 6
અદાણી એનર્જીની QIP મંગળવારે ખુલી હતી. આ ઈસ્યુ ત્રણ વખત સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો હતો એટલે કે લગભગ 26 હજાર કરોડ રૂપિયાની ડિમાન્ડ જનરેટ થઈ હતી. ભારતના ઉર્જા ક્ષેત્રમાં આ સૌથી મોટો વ્યવહાર બની ગયો છે. આ ઈશ્યુની કિંમત પ્રતિ શેર 976 રૂપિયા રાખવામાં આવી હતી. જોકે, તે શેર દીઠ રૂપિયા 1,135 પર બંધ રહ્યો હતો. બુધવારે આ શેર 1,133.50 પર બંધ થયો હતી. QIP નો રસ્તો તે લિસ્ટેડ કંપનીઓ દ્વારા અપનાવવામાં આવે છે જેઓ મોટી સંસ્થાઓ પાસેથી નાણાં એકત્ર કરવા માંગે છે.

2 / 6
આ બાબતે સૂત્રોએ જણાવ્યું કે GQG, ADIA જેવા મોટા વિદેશી રોકાણકારોએ આ QIPમાં ભાગ લીધો છે. આ સિવાય બંધન મ્યુચ્યુઅલ ફંડ, નોમુરા અને 360 ઈન્ડિયા ઈન્ફોલાઈન જેવા મોટા સ્થાનિક રોકાણકારો પણ તેનો ભાગ બન્યા છે.

3 / 6
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપે રૂપિયા 20 હજાર કરોડના જાયન્ટ IPOની યોજનાઓ અટકાવી દીધી હતી. રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર એકાઉન્ટિંગ ફ્રોડ અને સ્ટોક મેનીપ્યુલેશન જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.

4 / 6
અદાણી એનર્જીની ક્યુઆઈપીની સફળતા સાથે, હવે અદાણી એન્ટરપ્રાઈઝીસે પણ બજારમાંથી લગભગ રૂપિયા 600 કરોડ એકત્ર કરવાની તેની યોજનાને વેગ આપવાનું શરૂ કર્યું છે. આ સફળ QIP દર્શાવે છે કે અદાણી ગ્રુપમાં રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત થઈ રહ્યો છે. અદાણી વિલ્મર આ નાણાંનો ઉપયોગ તેના ખાદ્ય તેલના બિઝનેસ અને સૌર ઉર્જા ક્ષમતાના વિસ્તરણ માટે કરશે.અદાણી એન્ટરપ્રાઈઝીસનો શેર પણ બુધવારે 1.25% વધીને 3,168.00 પર બંધ થયો હતો.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">