Stock Market : 01 શેર પર 200 રૂપિયાનો નફો ! દમદાર રિટર્ન અને જોરદાર ડિવિડન્ડની તક, ‘SELL’ કરવાની ભૂલ ન કરતા….
મેટલ અને માઇનિંગ સેક્ટરની કંપનીએ ગુરુવારે બજાર બંધ થયા પછી તેના પરિણામો જાહેર કર્યા હતા, જે વાર્ષિક (YoY) ધોરણે વધુ સારા રહ્યા. જો કે, તેમ છતાંય ટ્રેડિંગ દરમિયાન શેર 11% થી વધુ તૂટ્યા હતા.

ગ્લોબલ માર્કેટ્સમાં મેટલ્સ સેક્ટરમાં આવેલી ભારે વેચવાલીની અસર શુક્રવાર, 30 જાન્યુઆરીના રોજ Vedanta Ltd. ના શેર પર પણ જોવા મળી હતી. અનિલ અગ્રવાલ ગ્રુપની આ માઇનિંગ કંપનીના શેર ટ્રેડિંગ દરમિયાન 11% થી વધુ તૂટ્યા હતા.

આ ઘટાડો એવા સમયે આવ્યો છે કે, જ્યારે કંપનીએ ગુરુવારે બજાર બંધ થયા પછી તેના પરિણામો જાહેર કર્યા હતા, જે વાર્ષિક (YoY) ધોરણે વધુ સારા રહ્યા છે. જો કે, શેરમાં ઘટાડો હોવા છતાં Vedanta ને કવર કરતા મોટાભાગના એનાલિસ્ટ્સ આ સ્ટોકને લઈને પોઝિટિવ (બુલિશ) છે. તેમનું માનવું છે કે, ડિમર્જર (Demerger) થી વેલ્યુ અનલોક થશે અને ચાલુ નાણાકીય વર્ષમાં શેરધારકોને આગળ પણ મજબૂત ડિવિડન્ડ મળી શકે છે.

બ્રોકરેજ ફર્મ Investec એ Vedanta પર સૌથી ઊંચો ટાર્ગેટ આપ્યો છે. Investec એ સ્ટોકનો પ્રાઈસ ટાર્ગેટ અગાઉના ₹700 થી વધારીને ₹930 કરી દીધો છે. બીજી તરફ, Citi એ પણ Vedanta પર પોતાનો ટાર્ગેટ ₹585 થી વધારીને ₹900 કર્યો છે અને સ્ટોક પર “Buy” (ખરીદવા) ની રેટિંગ જાળવી રાખી છે. Citi નું કહેવું છે કે, પેરન્ટ કંપનીનું લીવરેજ (દેવાનું સ્તર) હવે આરામદાયક સ્થિતિમાં છે.

આ ઉપરાંત, લંડન મેટલ એક્સચેન્જ (LME) પર એલ્યુમિનિયમના ભાવમાં પણ આગામી સમયમાં વધારાની શક્યતા છે. બ્રોકરેજને અપેક્ષા છે કે, નાણાકીય વર્ષ 2027 (FY-27) માં એલ્યુમિનિયમની કિંમત $3,425 પ્રતિ ટન સુધી જઈ શકે છે, જ્યારે હાલનો સ્પોટ ભાવ અંદાજે $3,250 છે.

Citi ના જણાવ્યા અનુસાર, વોલ્યુમ ગ્રોથની સારી સંભાવનાઓ, ઓછો ખર્ચ અને ડિમર્જર પ્રક્રિયાનું પૂર્ણ થવું એ Vedanta માટે તેના સકારાત્મક દ્રષ્ટિકોણના મુખ્ય કારણો છે. બ્રોકરેજને ચાલુ નાણાકીય વર્ષમાં પ્રતિ શેર ₹40 ડિવિડન્ડની અપેક્ષા છે, જેમાંથી ₹23 પ્રતિ શેરની ચુકવણી અત્યાર સુધી કરવામાં આવી છે.

બીજી તરફ, 'JPMorgan' જે Vedanta પર “Neutral” રેટિંગ ધરાવે છે, તેણે પણ સ્ટોકનો ટાર્ગેટ વધારી દીધો છે. JPMorgan નું કહેવું છે કે, કંપનીની કેપેસિટી એક્સપાન્શન નિર્ધારિત યોજના મુજબ આગળ વધી રહ્યું છે અને ડિમર્જર પ્રક્રિયા મે મહિનાના અંત સુધીમાં મોટાભાગે પૂર્ણ થઈ શકે છે.

કુલ મળીને, Vedanta ને કવર કરતા 13 એનાલિસ્ટ્સમાંથી કોઈએ પણ સ્ટોક પર “Sell” (વેચવાની) સલાહ આપી નથી. આ પૈકી 09 એનાલિસ્ટ્સ “Buy” અને 4 એનાલિસ્ટ્સ “Hold” રેટિંગ સાથે મક્કમ છે.

શુક્રવારના ટ્રેડિંગમાં Vedanta ના શેર આશરે 11% ઘટીને ₹681.55 પર ટ્રેડ થઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં આ શેરમાં આશરે 18% નો ઉછાળો જોવા મળ્યો છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
