Gujarati News » Photo gallery » Sports photos » Carlos Alcaraz 19 year old performed brilliantly at Madrid Open 2022, beating Rafael Nadal and Novak Djokovic, reaching the final and making history.
Madrid Open માં 19 વર્ષના છોકરાએ કર્યું શાનદાર પ્રદર્શન, રાફેલ નડાલ અને નોવાક જોકોવિચને હરાવ્યા, ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો
Madrid Open 2022 : આ યુવા ખેલાડીએ ટેનિસ જગતના બે મહાન ખેલાડીઓ રાફેલ નડાલ (Rafael Nadal) અને નોવાક જોકોવિચને (Novak Djokovic) હરાવીને ચોંકાવી દીધા હતા અને મેડ્રિડ ઓપનની ફાઇનલમાં જગ્યા બનાવીને ઈતિહાસ પણ રચ્યો હતો.
સ્પેનના રાફેલ નડાલ અને સર્બિયાના નોવાક જોકોવિચની ગણના ટેનિસની દુનિયાના દિગ્ગજ ખેલાડીઓમાં થાય છે. નડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર ખેલાડી છે. તેના નામે 21 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. ત્યાર બાદ જોકોવિચનું નામ આવે છે. તેણે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. આ બંનેને હરાવવા આસાન નથી. જોકે, મેડ્રિડ ઓપનમાં આવું બન્યું હતું. આ બંને ખેલાડીઓ આઉટ થઈ ગયા છે. આમાં આશ્ચર્યની વાત એ છે કે આ કામ કોઈ અનુભવી ખેલાડીએ નહીં પરંતુ 19 વર્ષના એક છોકરાએ કર્યું છે. (Photo: AFP)
1 / 5
આ છોકરો સ્પેનનો ઉભરતો ટેનિસ ખેલાડી છે અને આ ખેલાડીનું નામ છે કાર્લોસ એલકેરેઝ. આ ખેલાડીએ મેડ્રિડ ઓપનની ફાઇનલમાં જગ્યા બનાવી છે અને તે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. (Photo: AFP)
2 / 5
કાર્લોસ અલકેરેઝે સેમિ ફાઇનલમાં વિશ્વના નંબર 1 ખેલાડી નોવાક જોકોવિચને હરાવ્યો હતો. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ કાર્લોસ એલ્કેરેઝે હાર ન માની અને જોકોવિચને જોરદાર ટક્કર આપીને બાકીના 2 સેટ જીતી લીધા હતા. સેમિ ફાઇનલમાં કાર્લોસ અલ્કેરેઝે જોકોવિચને 6-7(5), 7-5, 7-6(5), થી હરાવ્યો હતો. (Photo: AFP)
3 / 5
અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં કાર્લોસે પોતાના જ દેશના દિગ્ગજ નડાલને હરાવ્યો હતો. આ મેચ પણ રોમાંચક હતી અને 3 સેટ સુધી ચાલી હતી. કાર્લોસે આ મેચ 6-2, 1-6, 6-3થી જીતી હતી. ફાઇનલમાં તેનો મુકાબલો જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સાથે થશે. જેણે ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસને હરાવીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. (Photo: AFP)
4 / 5
આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ખેલાડીએ સિંગલ ક્લે કોર્ટ ટૂર્નામેન્ટમાં નડાલ અને જોકોવિચ જેવા દિગ્ગજોને હરાવ્યા હોય. નડાલને ક્લે કોર્ટનો રાજા કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં તેને હરાવવા મોટી વાત છે. કાર્લોસ નડાલના અનુગામી હોવાનું કહેવાય છે. (Photo: AFP)