Tax Saving Tips : મિલકત વેચીને ઘણું કમાયા પણ ટેક્સ બચાવવાનો કોઈ રસ્તો નથી મળી રહ્યો? આટલું કામ કરો ફાયદામાં રહેશો
મોટાભાગના લોકો જમીન લે-વેચનો બિઝનેસ કરતાં હોય છે અથવા તો એમ માની લો કે, તમે મિલકત વેચીને ઘણું કમાયા પણ આ ટેક્સ બચાવવો કઈ રીતે?

જો તમે તાજેતરમાં મિલકત વેચી છે અને કેપિટલ ગેઈન પર ટેક્સ ન લાગે તેનાથી બચવા માંગો છો, 54EC બોન્ડ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.

માનો કે, એક ટેક્સપેયરે તાજેતરમાં જ પોતાની જૂની મિલકત વેચી દીધી અને તેને 25 લાખ રૂપિયાનું લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન થયું. હવે તેની પાસે બે વિકલ્પો છે, કાં તો તે બધા પૈસા 54EC બોન્ડમાં રોકાણ કરે અને ટેક્સથી છુટકારો મેળવે અથવા 12.5% ટેક્સ ચૂકવે અને બાકીના પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી દે.

54EC બોન્ડ ઇન્કમ ટેક્સ એક્ટ 54EC હેઠળ આવે છે. આ બોન્ડ REC, PFC, IRFC, HUDCO અને IREDA જેવી સરકાર દ્વારા માન્ય સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવે છે. 54EC બોન્ડનો લોક-ઇન પીરિયડ 5 વર્ષનો હોય છે. તે વાર્ષિક 5.25% ના દરે વ્યાજ આપે છે, જેમાં ટેક્સ લાગે છે. 54EC બોન્ડમાં રોકાણની મહત્તમ મર્યાદા વાર્ષિક 50 લાખ રૂપિયા છે. જો કે આ બોન્ડ ટેક્સ બચાવે છે, ઓછા વ્યાજ દર અને લાંબા લોક-ઇન પીરિયડની સિસ્ટમ પર કામ કરે છે.

54EC બોન્ડમાં રોકાણ કરીને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ બચાવવાને બદલે જો તમે તેના પર 12.5% ટેક્સ ચૂકવો અને બાકીની રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો તે કેવું રહેશે? જો તમને મ્યુચ્યુઅલ ફંડમાંથી 8% વાર્ષિક રિટર્ન મળે, તો 5 વર્ષમાં તમને 54EC બોન્ડમાં એટલી જ રકમ મળશે જેટલી રોકાણ કરતી વખતે હતી.

54EC બોન્ડ પર વ્યાજ દર ફિક્સ્ડ હોય છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં આવું નથી હોતું. તમારા મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન 8% થી વધુ થતાં જ તમને બોન્ડ કરતા વધુ રિટર્ન મળવાનું શરૂ થાય છે.

જો મ્યુચ્યુઅલ ફંડ (બેલેન્સ્ડ એડવાન્ટેજ અથવા મલ્ટિ-એસેટ ફંડ) તમને 9% અથવા 10% નું રિટર્ન આપે છે, તો તમને 54EC કરતા વધુ રિટર્ન મળશે.

નોંધનીય છે કે, 54EC બોન્ડમાં પૈસા 5 વર્ષ માટે લોક ઇન પીરિયડમાં હોય છે. એવામાં મ્યુચ્યુઅલ ફંડમાં તમે કોઈપણ સમયે પૈસા ઉપાડી શકો છો અથવા તો પોર્ટફોલિયોને ફરીથી રિ-બેલેન્સ કરી શકો છો.

જો તમે 30% ટેક્સ સ્લેબમાં આવો છો, તો 54EC બોન્ડ પરનું વ્યાજ પણ ટેક્સેબલ હોય છે. આવી સ્થિતિમાં, તમારું વાસ્તવિક રિટર્ન મોંઘવારી જેટલું અથવા તેનાથી પણ ઓછું હોઈ શકે છે. CA અજય વાસવાની માને છે કે, '54EC બોન્ડના વ્યાજ પર ટેક્સ લાગ્યા પછી, નેટ રિટર્ન વધુ ઘટે છે. તેમ છતાંય, મોટાભાગના લોકો તેમની મિલકત વેચતાની સાથે જ ટેક્સ બચાવવા માટે ઉતાવળમાં 54EC બોન્ડ પસંદ કરે છે. આવા લોકો માટે, SahajMoneyના સ્થાપક અભિષેક કુમાર કહે છે, 'લોકો તાત્કાલિક ટેક્સ બચાવવાનું વિચારે છે અને પછી લોન્ગ ટર્મ ગ્રોથની પ્લાનિંગમાં પાછળ રહી જાય છે.'

સરળ રીતે જોઈએ તો, જો તમે જોખમ લેવા માંગતા ન હોવ તો 54EC બોન્ડમાં રોકાણ ફાયદાકારક હોઈ શકે છે. જો તમારો ડેટ પોર્ટફોલિયો નબળો છે અથવા તમને ફિક્સ્ડ રિટર્નની જરૂર છે, તો 54EC બોન્ડ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. હર્ષદ ચેતનવાલા કહે છે, 'જો ગેઈન મોટી રકમમાં હોય અને રોકાણકાર ચોક્કસ રિટર્ન ઇચ્છે છે, તો 54EC બોન્ડ એક સારો વિકલ્પ હોઈ શકે છે. જો લાભ નજીવો હોય, તો ટેક્સ ચૂકવ્યા પછી બીજા ફંડ્સમાં રોકાણ કરવું વધુ સારું માનવામાં આવે છે.'

દરેક રોકાણકારની પ્રોફાઇલ અલગ હોય છે. જો તમે લાંબા ગાળે વધુ સારું રિટર્ન ઇચ્છતા હોવ અને માર્કેટ રિસ્ક લેવા તૈયાર હોવ, તો ટેક્સ ચૂકવીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું વધુ ફાયદાકારક બની શકે છે. બીજીબાજુ, જો તમારી પાસે ટેક્સ બચતની પ્રાથમિકતા હોય, તો 54EC બોન્ડ એક સુરક્ષિત માર્ગ હોઈ શકે છે. આમાં નિર્ણય તમારો છે પરંતુ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે, ફક્ત ટેક્સ બચાવવા પર જ નહીં પણ તમારા પૈસા વધારવાના રસ્તાઓ પર પણ નજર રાખવા જેવી છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
