Patra Recipe : ગુજરાતના ફેમસ અળવીના પાત્રા ઘરે બનાવો, આ રહી સરળ રેસિપી
રજાના દિવસે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની મજા કંઈક અલગ હોય છે. મોટાભાગના લોકો બજારમાંથી અળવીના પાત્રા ખરીદીને લાવતા હોય છે. પરંતુ અળવીના પાત્રા ઘરે બનાવવા ખૂબ જ સરળ છે. જેની રેસિપી આજે અમે તમને જણાવીશું.

ગુજરાતમાં ફાફડા, જલેબી, ખાંડવી, ગાંઠીયા સાથે પાતરા પણ ખૂબ જ ફેમસ છે. ત્યારે પાત્રા બનાવવાની સરળ રેસિપી જણાવીશું.

અળવીના પાત્રા બનાવવા માટે ચણાનો લોટ, અળવીના પાન, ગોળ, આમલીનો પલ્પ, આદુ-મરચાની પેસ્ટ, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, હિંગ, રાઈ, તેલ, સફેદ તલ, મીઠું સહિતની સામગ્રીની જરુર પડશે.

અળવીના પાત્રા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં ચણાનો લોટ, લાલ મરચું, આમલીનું પાણી, ગોળ, પાણી ઉમેરીને બેટર તૈયાર કરો. હવે અળવીના પાનને સારી રીતે ધોઈને સૂકાવીને છરી વડે તમામ પાંદડામાંથી નસો કાઢી લો.

હવે એક પાંદડા પર બેટર ફેલાવી તેના પર બીજું પાન મુકો તેના પર ફરી બેટર લગાવો. ત્યારબાદ તેને ફોલ્ડ કરીને રોલ બનાવીને તૈયાર કરીનો તેને સ્ટીમ કરવા માટે મુકો.

પાત્રા સ્ટીમ થઈ જાય ત્યારબાદ તેના પાતળા રોલમાં કાપી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, સફેદ તલ, હિંગ ઉમેરી સાંતળીને પછી તૈયાર કરેલા પાત્ર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

































































