AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanatan Sanskruti: રાત્રિના સમયે શબને એકલુ કેમ મુકવામાં નથી આવતુ? જાણો શું કહે છે ગરૂડ પુરાણ

Sanatan Sanskruti: હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ અગ્નિ સંસ્કાર કરવાની મનાઈ છે. ગરૂડ પુરાણ અનુસાર રાત્રે અગ્નિ સંસ્કાર કરવાથી સ્વર્ગના દ્વાર બંધ થઈ જાય છે. જાણો રાત્રિના સમયે શબને એકલુ કેમ નથી મુકવામાં આવતુ અને તેની પાછળ શું ધાર્મિક કારણો અને માન્યતાઓ છે.

Sanatan Sanskruti: રાત્રિના સમયે શબને એકલુ કેમ મુકવામાં નથી આવતુ? જાણો શું કહે છે ગરૂડ પુરાણ
| Updated on: Oct 06, 2026 | 4:23 PM
Share

હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ દાહ સંસ્કાર નથી કરવામા આવતા. માન્યતા છે કે રાત્રે અગ્નિ સંસ્કાર કરવાથી સ્વર્ગના દ્વાર બંધ થઈ જાય છે અને નરકના દ્વારા ખૂલી જાય છે. એવામાં જીવાત્માની આત્માને નરકનું કષ્ટ વેઠવુ પડે છે. આ જ કારણ છે કે મૃત્યુ બાદ કોઈપણ માણસના શબને રાત્રે એકલુ નથી મુકવામાં આવતુ. તેની પાછળ ગરુડ પુરાણની કેટલીક માન્યતા છે.

રાત્રે શબને એકલુ ન મુકવા પાછળ ગરૂડ પુરાણની માન્યતા

ગરુડ પુરાણ અનુસાર જો રાત્ર શબને એકલુ મુકવામાં આવે છે તો તેની આસપાસ નકારાત્મક શક્તિઓ તેમા પ્રવેશી શકે છે. એવુ મનાય છે કે તેનાથી ઘરમાં નકારાત્મ ઊર્જાનો પ્રભાવ પડી શકે છે જે સમગ્ર પરિવાર માટે પરેશાનીનું કારણ બની શકે છે. આ ઉપરાંત અન્ય ધાર્મિક માન્યતામાં કહેવાયુ છે કે રાત્રિના સમયે તાંત્રિક ક્રિયાઓનો પ્રભાવ વધી જાય છે. એવામાં શબને એકલુ છોડવાથી તેનો ઉપયોગ તંત્ર સાધના માટે કરવાની આશંકા છે. જેનાથી મૃતકની આત્માને નુકાસાન થઈ શકે છે.

પ્રાણીઓથી બચાવવા શબની પાસે લોકો રહે છે

શબને રાત્રે એકલુ ન છોડવા પાછળનું એક વ્યવહારિક કારણ પણ જણાવાયુ છે. જો શબને ખુલ્લામાં એકલુ છોડી દેવામાં આવે છો કુતરા, બિલાડી જેવી પ્રાણીઓ તેને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત મૃત્યુના થોડા સમય બાદ શરીરમાં કુદરતી બદલાવ શરૂ થઈ જાય છે. જેના કારણે દુર્ગંધ આવવા લાગે છે. આથી શબની પાસે કોઈને કોઈ વ્યક્તિ બેસી રહે છે અને તેની આસપાસ કોઈ ધૂપ કે અગરબતી સળગાવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય વાતાવરણને સુગંધિત રાખવાનો અને દુર્ગંધ ઓછી કરવાનો પણ માનવામાં આવે છે.

આત્મા શરીરની આસપાસ ભટકવાની પણ માન્યતા

ગરુડ પુરાણ અનુસાર એવુ પણ કહેવામાં આવે છે કે મૃત્યુ બાદ આત્મા થોડા સમય સુધી તેના શરીર અને પરિજનોની આસપાસ ભટક્તી રહે છે અને પોતાના પ્રિયજનોને જોતી રહે છે. પોતાના જુના શરીર સાથે તેનો મોહ એકદમ જલદી નથી છૂટતો. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર મૃત્યુ બાદ શરીર આત્માથી મુક્ત થઈ જાય છે એવામાં એવી પણ માન્યતા છે કે ખાલી પડેલા શબ પર કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ પડી શકે છે, આ જ કારણ છે કે શબને રાત્રે એકલુ નથી છોડવામાં આવતુ અને કોઈ ને કોઈ વ્યક્તિ તેનુ ધ્યાન રાખે છે.

પેટ્રોલની કમાણીમાંથી સામ્રાજ્ય ખડુ કરનારનું સાઉદી અરબ આજે  હુતીઓના હાથે એકલુ માર ખાવા મજબુર, કોઈ મુસ્લિમ દેશ મદદ કરવા તૈયાર નથી- વાંચો

Follow Us
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">