Stock Market : કંપનીને 1,93,00,00,000 રૂપિયાનો સરકારી પ્રોજેક્ટ મળ્યો, સોમવારે આ શેર બનશે રોકેટ !
જુલાઈમાં લિસ્ટેડ થયેલી એક કંપનીએ તાજેતરમાં ₹193 કરોડના સરકારી પ્રોજેક્ટનો ઓર્ડર મેળવ્યો છે. આ મોટા ઓર્ડરના સમાચાર બાદ હવે રોકાણકારોમાં ચર્ચા છે કે, સોમવારે આ શેર પર નજર રાખવી કે નહી?

સોમવારે ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ નામની કંપનીના શેર સમાચારમાં રહેશે. આની પાછળનું કારણ કંપનીની ઓર્ડર બુકમાં થયેલો મોટો વધારો છે. વાસ્તવમાં, કંપનીને NBCC (ઇન્ડિયા) તરફથી રૂ. 193.13 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે.

તાજેતરમાં 1 જુલાઈના રોજ 'ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ' શેરબજારમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ શેર BSE પર રૂ. 91.10 અને NSE પર રૂ. 90 ના ભાવે શરૂ થયા હતા, જે તેના રૂ. 71 ના ઇશ્યૂ ભાવ કરતા 26.76 ટકા વધુ હતા.

જણાવી દઈએ કે, આ ઓર્ડર સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબના કેમ્પસમાં ઇમારતો અને માળખાગત સુવિધાઓ બનાવવા માટેનો છે. કંપનીએ આ કામ પંજાબના ભટિંડા જિલ્લાના ઘુડ્ડા ગામમાં કરવાનું છે, જેમાં શૈક્ષણિક ઇમારત, રહેણાંક ઇમારતો અને કેમ્પસ ડેવલપમેન્ટનું કામ સામેલ છે.

ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સનો શેર 71 રૂપિયાના ઇશ્યૂ ભાવ કરતા 26.76 ટકા વધુ હતો. પહેલા દિવસે, શેરનો ભાવ 71 રૂપિયાથી 33 ટકાથી વધુ વધ્યો. શુક્રવારે, શેર BSE પર 2.61 ટકા વધીને 87.97 રૂપિયા પર બંધ થયો. નોંધનીય છે કે, શેરબજારમાં લોન્ચ થયા પછી કંપનીનો આ પહેલો ઓર્ડર છે.

કંપનીએ રૂ. 119 કરોડનો IPO લોન્ચ કર્યો હતો. તેના શેરની કિંમત રૂ. 67 થી રૂ. 71 ની વચ્ચે હતી. કંપનીએ IPOમાંથી એકત્ર કરાયેલા રૂ. 75 કરોડનો ઉપયોગ તેની વર્કિંગ કેપિટલ માટે, રૂ. 14.26 કરોડનો કન્સ્ટ્રકશન સાધનો અને મશીનરી ખરીદવા માટે તેમજ બાકીના પૈસાનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો અને IPO સંબંધિત ખર્ચ માટે કર્યો હતો. કંપનીની માર્કેટ વેલ્યૂ રૂ. 565.66 કરોડ હતી.

ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ લિમિટેડ એક એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) કંપની છે. તેની ઓફિસ નવી દિલ્હીમાં આવેલી છે. કંપનીએ ભારતના 11 રાજ્યોમાં કામ કર્યું છે, જેમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.

31 ઓગસ્ટ, 2024 સુધીમાં કંપની પાસે 892.95 કરોડ રૂપિયાના 14 પ્રોજેક્ટ્સનો ઓર્ડર બેકલોગ છે. 193 કરોડ રૂપિયાનો આ ઓર્ડર કંપની માટે એક મોટી તક બની શકે છે. નોંધનીય છે કે, કંપનીની Debt ₹ 124 Cr છે અને Reserves ₹ 75.2 Cr છે. બીજું કે, જૂન અને જુલાઈ બંને મહિનામાં કંપનીના પ્રમોટર્સ પાસે કુલ 63.41% જેટલી હિસ્સેદારી હતી.

FIIs (Foreign Institutional Investors) ની હિસ્સેદારી બંને મહિનામાં 3.27% જેટલી છે. DIIs (Domestic Institutional Investors) ની હિસ્સેદારી અંગે વાત કરીએ તો, અનુક્રમે જૂનમાં 10.56% અને જુલાઈમાં 10.96% જેટલી છે. Public Shareholding પર નજર રાખીએ તો, જૂનમાં 22.77% અને જુલાઈમાં 22.37% ની હિસ્સેદારી છે. એવામાં આ શેરમાં શું રોકાણકારો રસ દાખવશે કે નહી, તે જોવાનું છે.

ઓવરઓલ જોઈએ તો, શેરબજારમાં સારા પ્રદર્શન અને નવા ઓર્ડરને કારણે રોકાણકારો આ સ્ટોક પર હાલ નજર રાખી રહ્યા છે. સોમવારે તેના શેરના ભાવમાં ઉછાળો આવશે તેવી શક્યતા છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
