AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sovereign Gold Bond Scheme : ‘સોવરિન ગોલ્ડ બોન્ડ’ પર સરકારે સંસદમાં આપ્યો જવાબ, જાણો નવી સિરીઝ ક્યારે આવશે

વર્ષ 2015 માં ડિજિટલ સોનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના વર્ષ 2025 ના બજેટમાં બંધ કરવામાં આવી હતી. હવે આ યોજના ફરીથી શરૂ થશે કે નહી તેને લઈને સરકારે સંસદમાં એક ખાસ માહિતી આપી છે.

| Updated on: Jul 25, 2025 | 6:45 PM
Share
ભારતીય રિઝર્વ બેંકની ગોલ્ડ યોજના 'સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના'ને બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં થયેલા ભારે ઉછાળાને કારણે સરકાર માટે આ યોજના ચાલુ રાખવી મુશ્કેલ બની રહી હતી.

1 / 8
રાજ્યસભાના સાંસદ રજની અશોકરાવ પાટીલે સરકારને સોવરિન ગોલ્ડ બોન્ડ્સને લઈને પ્રશ્ન પૂછ્યો કે, શું સરકાર ફરીથી સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનાની નવી સિરીઝ શરૂ કરી રહી છે કે નહી? સરકાર જાહેર જનતા માટે સોવરિન ગોલ્ડ બોન્ડ્સને લઈને આગામી હપ્તો ક્યારે જાહેર કરશે?

2 / 8
હવે આ સવાલનો જવાબ આપતા નાણા મંત્રાલય કહે છે કે, SGB યોજના વર્ષ 2015 માં ભૌતિક સોનાની માંગ ઘટાડવા માટે શરૂ કરવામાં આવી હતી. 31 માર્ચ, 2025 સુધીમાં આ યોજના હેઠળ લગભગ 146.96 ટન સોનાના બરાબર બોન્ડ સબસ્ક્રાઇબ કરવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત લગભગ રૂ. 72,275 કરોડ હતી. આ સબ્સ્ક્રિપ્શન્સ 67 અલગ અલગ હપ્તાઓ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાંથી 15 જૂન, 2025 સુધીમાં 18.81 ટન SGB રિડીમ કરવામાં આવ્યા છે.

3 / 8
જણાવી દઈએ કે, સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના વર્ષ 2015 માં ડિજિટલ સોનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં, સરકારે રોકાણકારોને સસ્તા ભાવે સોનું ખરીદવાની તક આપી હતી. RBI વેબસાઇટ અનુસાર, તેની પાકતી મુદત 8 વર્ષની હતી અને SGB માં 2.5% નું ફિક્સ વ્યાજ હતું.

4 / 8
સરકારે કહ્યું કે, ભારત સરકાર સરકારી સિક્યોરિટીઝ, ટ્રેઝરી બિલ અને સોવરિન ગોલ્ડ બોન્ડ જેવા વિવિધ માધ્યમો દ્વારા તેના ભંડોળની જરૂરિયાતો પૂરી કરે છે. હવે કયા માધ્યમથી ભંડોળ એકત્ર કરવું તે અંગેનો નિર્ણય ખર્ચ અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કરવામાં આવશે. તાજેતરના વૈશ્વિક તણાવને કારણે સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે SGB દ્વારા લોન લેવી મોંઘી થઈ ગઈ છે. સરકાર લોનની કિંમત ઓછામાં ઓછી રાખવાનો પ્રયાસ કરી રહી છે.

5 / 8
નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, તેઓ 'Prudent Debt Management Strategy' અપનાવીને SGBનો આગામી હપ્તો જારી કરવાનો નિર્ણય લેશે. આનો અર્થ એ છે કે, સરકાર વિચાર્યા વિના યોજના ફરીથી શરૂ નહીં કરે. જો કે, આના કારણે સરકારી ઉધારનો ખર્ચ કેટલો વધી રહ્યો છે તે જોવામાં આવશે. સંસદમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર ઉધારનો ખર્ચ ઘટાડવાના પ્રયાસ કરી રહી છે.

6 / 8
તેમણે વધુમાં કહ્યું કે, SGBના નવા હપ્તા જારી કરવા પર વિચાર કરતી વખતે દેવાના ખર્ચને ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે, સોવરિન ગોલ્ડ બોન્ડની છેલ્લી સિરીઝ (સિરીઝ IV 2023-24) ફેબ્રુઆરી વર્ષ 2024 માં જારી કરવામાં આવી હતી. ત્યારથી સોનાના ભાવમાં 70% થી વધુનો વધારો જોવા મળ્યો છે.

7 / 8
નાણા રાજ્યમંત્રીએ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના 'ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ એન્ડ ફાઇનાન્શિયલાઇઝેશન' રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે, ભારતીય ઘરો અને ધાર્મિક સંસ્થાઓ પાસે લગભગ 23,000 થી 25,000 ટન સોનું છે, જેની કિંમત લગભગ $1.4 ટ્રિલિયન છે. હાલમાં, દેવાના ખર્ચને પ્રાથમિકતા આપતા, સરકાર SGB ના આગામી હપ્તા અંગે કાળજીપૂર્વક નિર્ણય લેશે. સોનાના વધતા ભાવે રોકાણકારોને મજબૂત નફો આપ્યો છે.

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા

એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો

સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે

RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન

સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'

અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video

ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?

બાલોતરા રિફાઈનરીમાં ભીષણ આગ: PM મોદીના લોકાર્પણ પહેલા મોટી દુર્ઘટના

ખેડા: આરોગ્ય વિભાગમાં બદલીના નામે ઉઘાડી લૂંટ ? વીડિયો વાયરલ

રાજકારણમાં નણંદ-ભાભી આમને-સામને, રીવાબા-નયનાબાનો રાજકીય ટકરાવ

g clip-path="url(#clip0_868_265)">