દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી મુંબઈ સાથેનો રેલવે વ્યવહાર ખોરવાયો
વલસાડ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ઉદવાડા-પારડી વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાતાં મુંબઈ-અમદાવાદ રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. મુંબઈ જતી સયાજીનગરી એક્સપ્રેસ રદ કરાઈ છે, જ્યારે ડબલડેકરને નવસારી શોર્ટ ટર્મિનેટ કરાતાં અનેક મુસાફરો અટવાયા છે.
વલસાડ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે રેલવે વ્યવહાર ભારે પ્રભાવિત થયો છે. ઉદવાડા અને પારડી વચ્ચે રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતાં રેલવે પ્રશાસન દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વરસાદના કારણે મુંબઈ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન પર અટકાવીને રદ કરવામાં આવી છે.
આ ઉપરાંત, મુંબઈ-અમદાવાદ ડબલડેકર એક્સપ્રેસને નવસારી સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, જે સાંજે 5:45 વાગ્યે નવસારીથી અમદાવાદ તરફ રવાના થશે. બીજી તરફ, અમદાવાદ તરફ જતી અન્ય ટ્રેનો પણ એકથી દોઢ કલાક જેટલી મોડી ચાલી રહી છે. ટ્રેનો રદ થવા અને મોડી પડવાને કારણે મુંબઈ અને અમદાવાદ જતાં અનેક મુસાફરો નવસારી સ્ટેશન પર અટવાઈ પડ્યા છે અને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
Breaking News: ACB ના DIG પણ ન બચી શક્યા ઠગાઈથી ! ફ્લેટ વેચવાના નામે ₹61 લાખ ઓળવી જનાર દંપતી સામે FIR
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video

