સચિનની પુત્રવધુ સાનિયા મંડોકે અર્જુન સાથેની લગ્નની કેન્ડીડ મોમેન્ટ કરી શેર, અનસીન તસવીરો શેર કરી લખ્યુ “હું આ પળને ફરી જીવી રહી છું”
સાનિયા ચંડોક અને અર્જુન તેંડુલકરના લગ્નને 4 મહિના થઈ ગયા છે. પરંતુ હજુ આ કપલ પરથી લગ્નનો જાદુ ઉતરી નથી રહ્યો. આ વચ્ચે સાનિયાએ સોશિયલ મીડિયા પર તેની અને અર્જુનની લગ્નની મોમેન્ટની કેન્ડીડ ફોટો શેર કરી છે.

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની ઘરે થોડા મહિના પહેલા જ લગ્નની શરણાઈઓ ગૂંજી હતી. જેની રોનક સોશિયલ મીડિયા પર હજુ પણ વચ્ચે વચ્ચે જોવા મળી રહી છે.

સચિનના લાડલા અર્જુન તેંડુલકરના લગ્નને ચાર મહિના વીતી ચુક્યા છે પરંતુ આ ખાસ દિવસનો જાદુ હજુ સુધી પત્ની સાનિયા ચંડોકની ઉપરથી ઉતર્યો નથી. હાલમાં જ સાનિયાએ તેના લગ્નની કેટલીક અનસીન તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જે બહુ ઝડપથી વાયરલ પણ થઈ રહી છે.

લગ્નના પવિત્ર બંધનમાં બંધાયાના ચાર મહિના બાદ પણ સાનિયા તેંદુલકર તેના લગ્નની જાદુઈ પળોને ભરપૂર રીતે માણી રહી છે. . લગ્ન દરમિયાન ક્યારેય ન જોવા મળેલી આ અનસીન તસવીરો શેર કરતા સાનિયાએ કેપ્શનમાં તેના દિલની વાત લખી છે. "ચાર મહિના બાદ પણ, હું એ દરેક પળને ફરીવાર જીવી રહી છુ"

સાનિયા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં લગ્ન દરમિયાનની સુંદર પળોને જોઈ શકાય છે. આ પોસ્ટમાં જ્યા એક તરફ લગ્ન દરમિયાન કન્યાદાન જેવી એકદમ ભાવુક કરી દેનારી રસમો પણ સામેલ છે તો બીજી તરફ પરિવાર સાથે વિતાવેલી કેટલીક અત્યંત અનમોલ કેન્ડિડ મોમેન્ટ પણ સામેલ છે.

તસવીરોમાં સૌથી સુંદર અને હ્રદય સ્પર્શી પળ એ જોવા મળી કે અર્જુન તેંડુલકર અત્યંત પ્રેમથી સાનિયાની માંગ ભરી રહ્યા હતા અને સાનિયાના ચહેરા પર પણ તેની એક અજીબ પ્રકારની ખુશી અને સુકૂન સ્પષ્ટ જોવા મળી રહ્યુ હતુ.

અર્જુન તેંડુલકર અને જાણીતા એન્ટરપ્રેન્યોર સાનિયા ચંડોકે આ વર્ષે 5 માર્ચે મુંબઈની એક અત્યંત શાનદાર અને ગ્લેમરસ સમારોહમાં રોયલ કપલની જેમ સાત ફેરા સાથે સપ્તપદીના વચનોમાં બંધાયા હતા. સાનિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની આ ખાસ સફરની એક અત્યંત મોહક તસવીરો શેર કરી છે
Solar Panel: શું તમે સોલર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો તો એ પહેલા જાણી લો કે ક્યુ પેનલ સૌથી વધુ વીજળી બનાવે છે?
