દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, આનંદીબેન પટેલે યુવાનોને નશામુક્ત રહેવા કરી ભાવુક અપીલ- Video
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મોનસુન ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. આ તકે મુખ્ય અતિથિ તરીકે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે યુવાનોને નશામુક્ત રહેવા અને મહિલાઓના સશક્તિકરણ પર ખાસ મુક્યો
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 23 થી 30 ઓગસ્ટ દરમિયાન આયોજિત મોન્સૂન ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની હાજરીમાં થયું હતું.
આ પ્રસંગે આનંદીબેન પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ ધારે તો કંઈપણ કરી શકે છે અને તેમનામાં અપાર શક્તિ રહેલી છે. આ સાથે જ, તેમણે દમણના લોકોને અને ખાસ કરીને યુવાનોને નશામુક્તિ માટે ભાવુક અપીલ કરી હતી.
આનંદીબેન પટેલે યુવાનોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “નશો કરીને તમારું જીવન બગાડતા નહીં.” તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “નશા મુક્ત ભારત”ના સંકલ્પનું સ્મરણ કરાવતા યુવાનોને તમામ પ્રકારના નશાનો ત્યાગ કરવા હાકલ કરી હતી. તેમણે નશાના કારણે પરિવાર અને યુવાનોના જીવન પર થતી વિનાશક અસરો વિશે પણ ધ્યાન દોર્યું હતું. દમણ મોન્સૂન ફેસ્ટિવલના મંચ પરથી અપાયેલો આ નશામુક્તિનો સંદેશ હાલ વ્યાપક ચર્ચાનો વિષય બન્યો છે.
2 સપ્ટેમ્બરથી મંગળનું નક્ષત્ર પરિવર્તન, આ ત્રણ રાશિઓને થશે ભરપૂર ધનલાભ, મળશે પદોન્નતિની ખુશખબરી
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ

