Solar Panel: શું તમે સોલર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો તો એ પહેલા જાણી લો કે ક્યુ પેનલ સૌથી વધુ વીજળી બનાવે છે?
Solar Panel: જો તમે એવુ માની રહ્યા હોય કે સોલર પેનલ એક પ્રકારના હોય છે તો આ સાચુ નથી. સોલર પેનલ ત્રણ પ્રકાર ના હોય છે. જેમા મોનોક્રિસ્ટલાીન, પોલિક્રિસ્ટલાઈન અને થિન ફિલ્મ સોલર પેનલ. જેમા સૌથી વધુ વીજળી મોનોક્રિસ્ટલાઈન પેનલ બનાવે છે. પરંતુ તે મોંઘા પણ હોય છે.

શું તમને લાગે છે કે માત્ર સોલર પેનલ લગાવી લેવાથી તમારી વીજળી બિલની સમસ્યા નું નિરાકરણ આવી જશે? હકીકતમાં સોલર પેનલ કનનેક્શન ત્યારે જ કામનુ સાબિત થશે જ્યારે તે તમારી જરૂરત અનુસાર વીજળી પેદા કરે. જો તમને સોલર પેનલના અલગ અલગ પ્રકાર વિશે જાણશો તો માલૂમ પડશે કે નબળી ક્વોલિટીનું પેનલ કનેક્શન લગાવવાથી લાંબા સમય સુધી થવા જઈ રહેલુ એક મોટુ ઈન્વેસ્ટમેન્ટ સાવ નકામુ સાબિત થઈ જશે.
એવામાં તમારે મોનોક્રિસ્ટલાઈન, પોલિક્રિસ્ટલાઈન થિન ફિલ્મવાળા સોલર પેનલ વિશે જાણવુ જોઈએ, સાથે જ એ પણ જાણવુ જોઈએ કે આમાંથી કોણ સૌથી વધુ વીજળી બનાવે છે, અને તમારા ઘર માટે ક્યો વિકલ્પ બેસ્ટ રહેશે?
શું હોય છે મોનોક્રિસ્ટલાઈન સોલર પેનલ ?
- વીજળી બનાવવાની બાબતમાં મોનોક્રિસ્ટલાીન સોલર પેનલ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તેની વીજળી બનાવવાની ક્ષમતા 20-23% સુધીની હોય છે.
- આ સોલર પેનલ દેખાવમાં સંપૂર્ણ રીતે ઘાટા બ્લેક અને એક જેવા જ દેખાય છે.
- તેને બનાવવા માટે એક સિંગલ અને બિલકુલ શુદ્ધ સિલિકોન ક્રિસ્ટલનો ઉપયોગ કરવામાં આવે છે.
તેને લગાવવાનો મોટો ફાયદો એ છે કે તે ઓછા તડકામાં કે ભારે ગરમીની સીઝનમાં અન્ય પેનલ કરતા વધુ ઝડપથી વીજળી બનાવે છે. આ પેનલ અન્ય પેનલની સરખામણીએ મોંઘા જરૂર છે પરંતુ જો તમે લાંબા સમય સુધી રોકાણ કરવા માટે સોલર પેનલ લગાવી રહ્યા છો અને ઈચ્છો છો કે તમારુ પેનલ વધુમાં વધુ વીજળી બનાવે તો આ તમારા માટે મોનોક્રિસ્ટલાઈન સોલર પેનલ શ્રેષ્ઠ છે.
પોલિક્રિસ્ટલાઈન સોલર પેનલ શું છે?
- દેખાવમાં ચમકીલા વાદળી રંગના આ સોલર પેનલ સિલિકોનના અનેક ટૂકડાઓને પિગાળીને તૈયાર કરવામાં આવે છે સિલિકોનના ટૂકડા ને કારણે જ આ સોલર પેનલ પર ખાસ ચમક જોવા મળે છે.
- મોનોક્રિસ્ટલાઈન પેનલની તુલનામાં વીજળી બનાવવાની તેની ક્ષમતા થોડી ઓછી હોય છે. જે સામાન્ય રીતે 15 થી 17% રહે છે.
- સમય અને ડિમાન્ડની સાથે મોનોક્રિસ્ટલાઈન પેનલની કિંમત ઓછી હોવાને કારણે પોલિક્રિસ્ટલાઈન સોલર પેનલનો ઉપયોગ હવે ઘણો ઓછો થાય છે. હાલના સમયમાં તે એવા ઘરોમાં જોવા મળે છે જ્યાં 2020 પહેલાથી લગાવવામાં આવ્યા હતા. આજના સમયમાં તે જૂની ટેકનોલોજી ગણાય છે.
- જ્યારે તમે ઘર પર સોલર પેનલ લગાવો છો તો પોલિક્રિસ્ટલાઈન પેનલનો ઉપયોગ કરવાથી બચવુ જોઈએ. શક્ય છે કે એ તમને થોડુ સસ્તુ મળે પરંતુ વધુ વીજળી ઉત્પાદન અને લેટેસ્ટ ટેકનોલોજી માટે મોનોક્રિસ્ટલાઈન પેનલને જ પસંદ કરો.
થિન ફિલ્મ સોલર પેનલ શું છે?
- તેના નામની જેમ આ સોલર પેનલ ઘણા પાતા અને વજનમાં હલકા હોય છે. જે દેખાવમાં વાદળી અને બ્લેક બંને રંગના હોય છે.
- થિન-ફિલ્મ સોલર પેનલ કોઈ સામાન્ય ક્રિસ્ટલવાળા પેનલથી લગભગ 350 ગણા પાતળા હોય છે.
- તેને બનાવટમાં અલગ અલગ મટિરિયલ જેવા કે કેડમિયમ ટેલ્યુરાઈડ કે CIGS નો ઉપયોગ થાય છે.
- તેની વીજળી બનાવવાની ક્ષમતા ઘણી ઓછી, લગભગ 11% છી 16% સુધી હોય છે.
- થિન ફિલ્મ સોલર પેનલ જગ્યાના હિસાબે નહીં પરંતુ તેની કૂલ સાઈઝ અને ક્ષેત્રફળના હિસાબે વીજળી ઉત્પન્ન કરે છે.
- તેને ઘરોમાં ઉપયોગ કરવા માટે નહીં પરંતુ ગાડીઓ, નાવ કે કોમર્શિયલ જગ્યાઓની છતો પર લગાવવા માં આવે છે જે વધુ વજન ન ખમી શકે.
તમારે શું પસંદ કરવુ જોઈએ?
જો તમે તમારા ઘર, દુકાન કે ઓફિસમાં સોલર પેનલ લગાવી રહ્યા છો તો તમારા માટે મોનોક્રિસ્ટલાઈન સોલર પેનલ સૌથી વધુ બેસ્ટ રહેશે. તેને લગાવવાના અનેક ફાયદા છે જેમ કે
- તે ઓછી જગ્યામાં અન્ય પેનલની સરખામણીએ વધુ ઝડપથી વીજળી બનાવે છે.
- તેના પર મોસમની વધુ અસર નથી થતી, વાદળછાયા વાતાવરણમાં પણ આ પેનલ અન્યોની સરખામણીએ વધુ વીજળી ઉત્પન્ન કરે છે.
- તે શરૂઆતમાં તમને મોંઘા લાગી શકે પરંતુ પોતાના પરફોર્મેન્સના જોરે તે તમને પુરેપુરો ખર્ચો બહુ ઝડપથી વસુલ કરવામાં મદદ કરે છે.
