AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ, જુઓ Video

Breaking News : બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2026 | 2:44 PM
Share

એક ગર્ભવતી મહિલાએ ધર્માંતરણ કરાવવાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ ચાર શખ્સો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી અખતરશા ફકીરની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા ધાનેરાના પેગિયા ગામે એક ગર્ભવતી મહિલાએ ધર્માંતરણ કરાવવાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ ચાર શખ્સો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી અખતરશા ફકીરની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ

ફરિયાદ મુજબ, મહિલાનો આરોપ છે કે તેને મોતની ધમકી આપી ધર્માંતરણ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.

4 આરોપી સામે ફરિયાદ નોંધાઈ

મહિલાએ સમગ્ર ઘટનાને લગતો ધર્માંતરણનો વીડિયો પણ પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ફરિયાદના આધારે પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે અને ઘટનામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી

હાલ પોલીસે મુખ્ય આરોપી અખતરશા ફકીરની અટકાયત કરી છે, જ્યારે ફરિયાદમાં નામજોગ અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત અને આરોપોની વધુ વિગતો સ્પષ્ટ થશે.

Breaking News : ભાવનગર બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! ચાર સિનિયરે ટોર્ચર કરતા નોંધાઈ ફરિયાદ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Aug 24, 2026 02:39 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">