અધધધ.. 1,200 પેટી દારૂ, સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
અમદાવાદના સાણંદ-વીરમગામ હાઈવે પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે રાજસ્થાનથી સુરેન્દ્રનગર જઈ રહેલું દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે.
અમદાવાદના સાણંદ-વીરમગામ હાઈવે પર પોલીસે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે, જે રાજસ્થાનથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યું હતું. આ કાર્યવાહીમાં પોલીસને સફળતા મળી છે અને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
આ દરોડા દરમિયાન, કન્ટેનરમાંથી અંદાજે 1200 પેટીઓ મળી આવી હતી, જેમાં 32,000 થી વધુ દારૂની બોટલોનો સમાવેશ થાય છે. પોલીસે કન્ટેનર અને તેમાં રહેલા દારૂના આખા જથ્થાને જપ્ત કરી લીધો છે, જેની કુલ કિંમત આશરે 1.36 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.
પોલીસે આ કેસમાં રાજસ્થાનના કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. આ ઉપરાંત, આ સમગ્ર કૌભાંડમાં સામેલ હોવાના આરોપસર સુરેન્દ્રનગરના ત્રણ અન્ય વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ પોલીસ આ આખા નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આ કાળાબજાર પાછળ કોનો હાથ છે તે જાણી શકાય
ઇન્ડોનેશિયા અને VANTARA વચ્ચે વન્યજીવન આરોગ્ય અને સંરક્ષણ માટે મોટી ભાગીદારી
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

