એક એવો નેતા કે પ્રવાસમાં જાય તો સાથે રસોયા અને ટોઈલેટ પણ લઈ જાય છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતની મુલાકાત લેશે. ત્યારે પુતિનને ભારત આવવાને લઈ તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. આજે શક્તિશાળી નેતા પુતિનના પરિવાર વિશે વાત કરીશું.

દુનિયા દરેક મોટા નેતાને બે અલગ અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વર્ષોથી દેશ પર શાસન કરી રહ્યા છે, અને તેઓ આ નેતાઓમાંના એક છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આજે આપણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીશું.

વ્લાદિમીર પુતિનનો જન્મ 7 ઓક્ટોબર 1952ના રોજ લેનિનગ્રાડ સોવિયેત યુનિયન (હવે સેન્ટ પીટર્સબર્ગ, રશિયા)માં થયો હતો, તેઓ વ્લાદિમીર સ્પિરિડોનોવિચ પુતિન અને મારિયા ઇવાનોવના પુતિનાના ત્રણ બાળકોમાં સૌથી નાના હતા.

રશિયામાં પુતિનની પર્સનલ લાઈફ વિશે ખુલ્લેઆમ વાત કરવી સરળ નથી,રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની રુમર્ડ ગર્લફ્રેન્ડ એલિના કાબેવા ચર્ચામાં રહે છે.

પુતિનના બે ભાઈઓના મૃત્યુ થયા છે.1930ના દાયકામાં જન્મેલા આલ્બર્ટનું બાળપણમાં જ અવસાન થયું હતું, અને 1940માં જન્મેલા વિક્ટરનું 1942 માં બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મનીના દળો દ્વારા લેનિનગ્રાડના ઘેરા દરમિયાન ડિપ્થેરિયા અને ભૂખમરાને કારણે મૃત્યુ થયું હતું.

પુતિનની માતા એક ફેક્ટરી કામ કરતી હતી, અને તેમના પિતા સોવિયેત નૌકાદળમાં કામ કરતા હતા,

સોવિયેત યુનિયન પર નાઝી આક્રમણ દરમિયાન તેમના પિતા NKVDની બટાલિયનમાં સેવા આપી હતી.

તમને જણાવી દઈએ કે, પુતિનના રસોઈયા હંમેશા પ્રવાસ દરમિયાન તેની સાથે જ હોય છે. તે કોઈ પણ દેશમાં જાય તેમના રસોઈના હાથે બનાવેલું ભોજન જમે છે. જે પણ રસોઈ બની હોય તેનું પહેલા લેબમાં ટેસ્ટિંગ થાય છે.

એક વાત તમને જાણીને પણ નવાઈ લાગશે કે, રશિયન રાષ્ટ્રપતિ પોતાના ખોરાક અને પીણા સાથે એક પોર્ટેબલ શૌચાલય રાખે છે,

પુતિને એક ખુફિયા એજન્સી સાથે અંદાજે 16 વર્ષ સુધી કામ કર્યું છે.

વ્લાદિમીર વ્લાદિમીરોવિચ પુતિન એક રશિયન રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપતા ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી છે. તેઓ 2012 થી આ પદ સંભાળી રહ્યા છે,

અગાઉ 1999 થી 2008 સુધી રાષ્ટ્રપતિ પદ સંભાળી રહ્યા હતા. તેઓ 1999 થી 2000 અને ફરીથી 2008 થી 2012 સુધી રશિયાના વડા પ્રધાન પણ રહ્યા હતા. પુતિન બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા રાષ્ટ્રપતિ છે.

પુતિન બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા યુરોપિયન રાષ્ટ્રપતિ છે.

28 જુલાઈ 1983ના રોજ પુતિને લ્યુડમિલા શક્રેબનેવા સાથે લગ્ન કર્યા હતા. તેમને 2 દીકરી મારિયા પુતિના અને યેકાતેરિના પુતિના છે.

6 જૂન 2013ના રોજ પુતિન અને લ્યૂડમિલાએ અલગ થવાની જાહેરાત કરી અને 1 એપ્રિલ 2024ના રોજ છુટાછેડા લીધા છે. પુતિનને 2 પૌત્ર પણ છે.

પુતિને લેનિનગ્રાડ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી અને 16 વર્ષ સુધી KGB માટે ગુપ્તચર એજન્ટ તરીકે સેવા આપી.

1990માં લેફ્ટનન્ટ કર્નલના પદ સાથે KGBમાંથી નિવૃત્ત થયા પછી તેમનું નસીબ બદલાઈ ગયું. પુતિન સોવિયેત યુનિયનમાં સેન્ટ પીટર્સબર્ગના મેયરના પ્રથમ ચૂંટાયેલા સલાહકાર બન્યા અને ઝડપથી તેમનો વિશ્વાસ જીતી લીધો અને 1994માં ડેપ્યુટી મેયર બન્યા હતા.

પુતિને બંન્ને છોકરીઓના નામ તેમના દાદીના નામ પરથી રાખવામાં આવ્યા હતા.પુતિનની સુરક્ષા દુનિયામાં સૌથી કડક માનવામાં આવે છે. પુતિનની સુરક્ષા એટલી કડક છે કે જે પણ જમે છે. તેમાંથી બચેલો ખોરાક, જ્યારે પણ તેઓ થૂંકે છે, અને તેમના મળ અને પેશાબને પણ બ્રીફકેસમાં પેક કરે છે અને તેને રશિયા પાછા લઈ જાય છે. આને પુતિનની "પૂપ સૂટકેસ" કહેવામાં આવે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
