Stock Market : 1,800 રૂપિયાને પાર ! અંબાણી ગ્રુપના શેરમાં મોટી તેજીના એંધાણ, રોકાણકારોની ચાંદી જ ચાંદી
અંબાણી ગ્રુપનો આ શેર ટૂંક સમયમાં 1800 રૂપિયાની સપાટીને પાર કરી શકે છે. સરળ રીતે સમજીએ તો, મુકેશ અંબાણીની આ કંપનીના શેર્સમાં રોકાણકારોને જબરદસ્ત રિટર્ન મળી શકે છે.

શુક્રવારે BSE પર મુકેશ અંબાણીની કંપનીનો શેર 1.17 ટકાના ઘટાડા સાથે 1,386 રૂપિયા પર બંધ થયો હતો. ગત સપ્તાહે આ શેર 35.25 રૂપિયા એટલે કે આશરે 2.5 ટકા જેટલો નીચે ગગડ્યો હતો. એવામાં હજુ પણ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, રિલાયન્સનો આ શેર 1,800 રૂપિયાને પાર કરી શકે છે.

બ્રોકરેજ ફર્મ CLSA એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર માટેની ટાર્ગેટ પ્રાઇસ વધારીને ₹1,800 કરી છે. રિલાયન્સના સ્ટોકને કવર કરી રહેલા 37 એનાલિસ્ટ્સમાં CLSA નો પણ સમાવેશ થાય છે. આ એનાલિસ્ટ્સે ઓઈલ-ટુ-કેમિકલ્સ-ટુ-ટેલિકોમ-ટુ-રિટેલ ગ્રુપ અને નિફ્ટી 50 ની સૌથી મોટી કંપની માટે ₹1,800 કે તેથી વધુની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરેલ છે.

આ પ્રાઇસ ટાર્ગેટનો અર્થ એ છે કે, મંગળવારના ક્લોઝિંગ લેવલથી (બંધ ભાવથી) તેમાં 29% ના વધારાની શક્યતા છે. હાલમાં શેરબજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં રિકવરી આવતા રિલાયન્સના શેર પર પણ તેની સકારાત્મક અસર જોવા મળી શકે છે.

બ્રોકરેજ ફર્મે તેના નોટમાં લખ્યું છે કે, વર્ષ 2026ના મધ્ય સુધીમાં જિયોનું લિસ્ટિંગ આ વર્ષે રિલાયન્સ માટે એક મહત્વની ઘટના સાબિત થઈ શકે છે. CLSA, RILના ટેલિકોમ ડિવિઝન જિયોની વેલ્યુ માર્ચ 2027 સુધીમાં $161 બિલિયન અને માર્ચ 2028 માટે $190 બિલિયન એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર આંકી રહી છે, જે વૈશ્વિક કંપનીઓની સરખામણીમાં 15% પ્રીમિયમ પર આધારિત છે.

ડિસેમ્બર ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અગાઉના ક્વાર્ટરના ₹2.55 લાખ કરોડની સરખામણીમાં ₹2.65 લાખ કરોડની રેવન્યુ (આવક) નોંધાવી છે, જેનું મુખ્ય કારણ O2C (ઓઈલ-ટુ-કેમિકલ્સ) બિઝનેસ છે. કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોના ડીમર્જર, તહેવારોની સીઝન અને GST દરમાં ફેરફારને કારણે આ ક્વાર્ટરમાં રિટેલ બિઝનેસમાં 8.4% નો વધારો જોવા મળ્યો છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: આવી ગયા ચાંદીના સૌથી મોટા સમાચાર! શું આ એક મોટા નિર્ણયથી બજારમાં તેજી આવશે? બજારની દિશા બદલાશે, તેવી શક્યતા
