AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આવી ગયા ચાંદીના સૌથી મોટા સમાચાર! શું આ એક મોટા નિર્ણયથી બજારમાં તેજી આવશે? બજારની દિશા બદલાશે, તેવી શક્યતા

ચાંદીના બજારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એક મહત્વપૂર્ણ નિર્ણય બાદ બજારમાં તેજી આવવાની શક્યતાઓ પર ચર્ચા તેજ બની છે. આ નિર્ણયથી ચાંદીના ભાવોમાં હલચલ જોવા મળી શકે છે અને બજારની દિશા બદલાઈ શકે છે.

| Updated on: Jan 25, 2026 | 8:24 PM
Share
કિંમતી ધાતુઓની રિફાઇનિંગ કરતી કંપની MMTC-PAMP ચાંદીની વધતી માંગ અને ભવિષ્યમાં પુરવઠાની સંભવિત અછતને ધ્યાનમાં રાખીને 'સિલ્વર રિસાયક્લિંગ' (Silver Recycling) ક્ષેત્રે મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. કંપની આગામી ત્રણ મહિનામાં તેના હાલના સ્ટોર્સ પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચાંદીનું રિસાયક્લિંગ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ મહત્વની જાણકારી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સમિત ગુહાએ આપી છે.

1 / 7
સમીત ગુહાએ જણાવ્યું હતું કે, ચાંદીના રિસાયક્લિંગનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે, કારણ કે હવે તેનું અર્થશાસ્ત્ર (Economics) વધુ અનુકૂળ બન્યું છે. તેમણે વધુમાં સમજાવ્યું કે, વિશ્વભરમાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે પરંતુ ખાણકામ (Mining) ઉત્પાદન ક્ષમતામાં કોઈ મોટો વિસ્તાર જોવા મળી રહ્યો નથી. આવી પરિસ્થિતિમાં ભવિષ્યમાં સપ્લાય સાઇડ પર ગંભીર દબાણ સર્જાઈ શકે છે.

2 / 7
તેમણે જણાવ્યું હતું કે, જો ચાંદીની માંગ આ જ રીતે વધતી રહેશે, તો રિસાયકલ કરેલી ચાંદી આ અછતને પૂરી કરવામાં મોટી ભૂમિકા ભજવશે. આ બાબતને ધ્યાનમાં રાખીને કંપનીએ સરકારને પણ 'સિલ્વર રિસાયક્લિંગ'ને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ભારતીય ઘરોમાં આશરે 25,000 ટન સોનું અને તેનાથી લગભગ 10 ગણી વધારે ચાંદી ઉપલબ્ધ છે.

3 / 7
MMTC-PAMP હાલમાં ગોલ્ડ રિસાયક્લિંગ માટે 20 સ્ટોર્સ ચલાવે છે, જેમને હવે સિલ્વર રિસાયક્લિંગ માટે પણ સજ્જ કરી શકાય છે. કંપની આગામી 05 વર્ષમાં તેના સ્ટોર્સની સંખ્યા બમણી કરવાની યોજના બનાવી રહી છે. પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદગીના સ્ટોર્સમાં સાધનોને અપગ્રેડ કરવામાં આવશે અને કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે.

4 / 7
કંપનીના જણાવ્યા અનુસાર, આ પાયલોટ પ્રોજેક્ટ દિલ્હીમાં 03 થી 04 મહિનાની અંદર શરૂ થઈ શકે છે. આ માટે રિસાયક્લિંગ અને એસ્સેઇંગ સેન્ટર્સમાં ટેકનિકલ રોકાણ તેમજ સાધનોના અપગ્રેડેશનની જરૂર પડશે. જો કે, આ રોકાણ બહુ મોટું નહીં હોય. રિસાયક્લિંગ ઉપરાંત, MMTC-PAMP તેના મિન્ટિંગ બિઝનેસ (સિક્કા બનાવવાનો વ્યવસાય) નો પણ વિસ્તાર કરવા ઈચ્છે છે. ખાસ કરીને દક્ષિણ અને પૂર્વ ભારતમાં કંપની પોતાની હાજરી વધારશે અને મિન્ટિંગ ક્ષમતા 24 લાખ સિક્કાથી વધારીને 36 લાખ સિક્કા કરવાનું લક્ષ્ય છે.

5 / 7
કંપનીનું ધ્યાન ડિજિટલ બિઝનેસ પર પણ છે. MMTC-PAMP પોતાની વેબસાઇટ અને એમેઝોન તથા ફ્લિપકાર્ટ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા સિક્કા અને બાર્સ (લગડી) ના વેચાણમાં વધારો કરવાની સાથે ડિજિટલ ગોલ્ડ તેમજ સિલ્વરના બિઝનેસને પણ વિસ્તાર આપશે.

6 / 7
કિંમતો અંગે સમીત ગુહાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં વૈશ્વિક સ્તરે ચાંદી (Silver Price) અને પ્લેટિનમની કિંમતોમાં 130 થી 140 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે, જ્યારે સોનામાં આશરે 75 ટકાનો વધારો નોંધાયો છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા 12 મહિનામાં ચાંદીનું વળતર (Return) સોના કરતા લગભગ બમણું રહ્યું છે. વધુમાં, જે રોકાણકારો સોનાની તેજીનો લાભ લેવાનું ચૂકી ગયા છે, તેઓ હવે ચાંદીને તેની નીચી એન્ટ્રી પ્રાઈસના કારણે એક ઉત્તમ તક તરીકે જોઈ રહ્યા છે.

7 / 7

આ પણ વાંચો: લાખો-કરોડોનો ‘ટેક્સ’ બચી જશે! ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? આ સેક્શન હેઠળ મળશે ‘મોટી રાહત’

g clip-path="url(#clip0_868_265)">