Rajkot : ઉજ્જૈન મહાકાલ, સોમનાથ મહાદેવ અને કષ્ટભંજનનાં શિર પર બિરાજે છે રાજકોટની પાઘડી

રાજકોટની આકર્ષક પાઘડીની દેશ-વિદેશમાં બોલબાલા છે. સોમનાથ મહાદેવ, ઉજ્જૈનના મહાકાલ અને સારંગપુરના કષ્ટભંજન ભગવાનના શિર પર રાજકોટની પાઘડી બિરાજે છે. ઉલ્લેખનીય છે કે,મંદિરોમાં થતા ભગવાનના શણગાર હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 3:14 PM
ઉજ્જૈનના મહાકાલ અને સારંગપુરના કષ્ટભંજન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં થતા ભગવાનના શણગાર હંમેશા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, ત્યારે આપને જાણીને નવાઇ લાગશે કે આ મંદિરોમાં ભગવાનના શિર પર બિરાજે છે રાજકોટની પાઘડી.

1 / 8
રાજકોટના અંકુર વાઢેર 10 ઇંચથી લઇને 90 ઇંચ સુધીની પાઘડીઓ તૈયાર કરે છે. અંકુરભાઇ તેમની આ સિધ્ધિનો શ્રેય તેની પત્નીને આપે છે. દેખાવમાં ખુબ જ આકર્ષક લાગતી આ પાઘડીની દેશ-વિદેશમાં બોલબોલા છે.

2 / 8
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અને અન્ય જ્યોતિર્લીંગના શિર પર રાજકોટની પાઘડી બિરાજે છે

3 / 8
ઉજ્જૈનની લોકલ બજારમાં પણ રાજકોટની પાઘડીઓ વેચાય રહી છે,  ઉપરાંત વિદેશોમાં પણ આ પાઘડીની બોલબાલા છે.

4 / 8
કષ્ટભંજન મંદિરનો શણગાર હંમેશા ભક્તો માટે આકર્ષક બને છે, ત્યારે આપને જણાવવું રહ્યું કે, કષ્ટભંજન ભગવાનના શણગારમાં રાજકોટની પાઘડીનો ઉપયોગ થાય છે.

5 / 8
રાજકોટમાં આકર્ષક પાઘડી તૈયાર કરનાર અંકુર વાઢેરનું કહેવું છે કે, ઉજ્જૈનમાં જ્યારે ભગવાન મહાકાલને પાઘડી પહેરાવવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પ્રથમ પાઘડી રાજકોટથી મોકલવામાં આવી હતી.

6 / 8
પોતાના શોખને વ્યવસાય બનાવનાર અંકુરભાઇ દેશના પ્રખ્યાત મંદિરોમાં  આ આકર્ષક પાઘડી મોકલે છે.

7 / 8
ઉજ્જૈનમાં ભગવાન મહાકાલને આ પાઘડી પહેરાવવાની શરૂઆત કરવામાં આવી ત્યારથી દર મહિને ભગવાન મહાકાલ  માટે 25 જેટલી પાઘડી રાજકોટથી ઉજ્જૈન મોકલાવવામાં આવે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">