AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતના રણમાં ફૂટ્યો ‘તેલનો ફુવારો’: યુદ્ધ વચ્ચે દેશ માટે મોટા સમાચાર, તેલના ઉત્પાદનમાં 70% નો તોતિંગ ઉછાળો!

દુનિયા જ્યારે તેલના ભાવ વધારાથી ફફડી રહી છે, ત્યારે ભારતના રણમાંથી સારા સમાચાર આવ્યા છે. ઓઈલ ઈન્ડિયાએ આધુનિક ટેકનોલોજીની મદદથી પથ્થરો વચ્ચેથી રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ કાઢવામાં સફળતા મેળવી છે. જાણો કેવી રીતે આ 'દેશી તેલ' ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરશે.

| Updated on: Apr 05, 2026 | 7:30 PM
Share
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં આવતા ઉતાર-ચઢાવ વચ્ચે ભારત માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. સરકારી કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) એ રાજસ્થાનના થાર રણમાંથી ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં 70 ટકાનો જંગી ઉછાળો નોંધાવ્યો છે. જોધપુર સેન્ડસ્ટોન ફોર્મેશનમાંથી અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન મેળવીને કંપનીએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

1 / 5
ઉત્પાદનમાં રેકોર્ડબ્રેક ઉછાળો: ઓઈલ ઈન્ડિયાએ તેનું દૈનિક ઉત્પાદન વધારીને 1,202 બેરલ કર્યું છે, જે ગયા વર્ષે માત્ર 705 બેરલ હતું. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કુલ ઉત્પાદન 43,773 ટન સુધી પહોંચ્યું છે. આ સફળતા પાછળ 'સાયક્લિક સ્ટીમ સ્ટિમ્યુલેશન' (CSS) જેવી અત્યાધુનિક થર્મલ ટેકનોલોજીનો હાથ છે, જે પથ્થરોમાં ફસાયેલા ઘટ્ટ તેલને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.

2 / 5
કેવી રીતે રિફાઇનરી સુધી પહોંચે છે આ તેલ?: જેસલમેરના બાઘેવાલા વિસ્તારમાંથી કાઢવામાં આવેલું આ ક્રૂડ ઓઈલ ટેન્કરો દ્વારા ગુજરાતના મહેસાણા સ્થિત ONGC ના સેન્ટર પર લાવવામાં આવે છે. ત્યાંથી પાઈપલાઈન દ્વારા તેને ઈન્ડિયન ઓઈલની કોયલી રિફાઇનરી (વડોદરા) સુધી મોકલવામાં આવે છે.

3 / 5
ભારત માટે કેમ મહત્વનું?: ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાય તેવા સમયે ઘરેલું ઉત્પાદનમાં વધારો થવો એ આશીર્વાદ સમાન છે. કંપનીએ ફિશબોન ડ્રિલિંગ અને ઈલેક્ટ્રિક ડાઉનહોલ હીટર જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવીને અશક્યને શક્ય કરી બતાવ્યું છે.

4 / 5
આ સફળતા માત્ર તેલના ઉત્પાદન પૂરતી સીમિત નથી, પરંતુ તે ભારતના આત્મનિર્ભર બનવા તરફનું એક મોટું પગલું છે. બાઘેવાલા તેલ ક્ષેત્ર હવે ભારતની ઉર્જા સુરક્ષાની નવી આશા બની ગયું છે.

5 / 5

મથુરા-વૃંદાવન અને આગ્રા જવું હવે બન્યું આસાન, જેવર એરપોર્ટથી 8 દિવસની મુસાફરી માત્ર 6 દિવસમાં પૂરી થશે

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">