AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભુજની  RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જુઓ વીડિયો

Breaking News : અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભુજની RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2026 | 3:59 PM
Share

અમદાવાદ, સુરત, રાજકોટ,વડોદરા અને ભુજની RTO કચેરીનેઇ મેઇલના માધ્યમથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તો પાટણની ARTO કચેરીને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા દોડધામ મચી હતી.

અમદાવાદ, રાજકોટની આરટીઓ કચેરી બાદ સુરત શહેરની RTO કચેરીને બોમ્બની ધમકી મળતા પોલીસે તાત્કાલિક સુરત RTO ખાલી કરાવ્યું હતુ.બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.અમદાવાદની RTO ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્થાનિક પોલીસ, બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ ટેસ્ટ માટે આવેલા લોકોને પણ કચેરી બહાર કાઢવામાં આવ્યા હતા.

ભુજની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભુજ આરટીઓ પરિસરને ખાલી કરવામાં આવ્યું હતુ.પશ્ચિમ કચ્છ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ડોગ અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.અગાઉ ભુજ પોસ્ટ ઓફિસ, ભુજ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચુકી છે.રાજકોટ RTO કચેરીનેઇ મેઇલના માધ્યમથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.ધમકીના પગલે RTO ઓફિસ ખાલી કરાવવામાં આવી છે.બોમ્બ સ્ક્વોડ,SOG અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા.

આઇપી એડ્રેસની તપાસ કરાશે

વડોદરા RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર RTO કચેરી પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતુ.ઉચ્ચ પોલીસ અધિકારીઓ RTO કચેરી ખાતે પહોંચ્યા હતા.ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલા અરજદારો અટવાયા હતા.મેઈલ ક્યાંથી આવ્યો અને તેના આઇપી એડ્રેસ ની તપાસ કરવામાં આવશે. હાલ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી નથી. જો કે ડીસીપી એસીપી સહિતના પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.

પાટણ ARTO (Assistant Regional Transport Office)કચેરીને મળી ધમકી. બોમ્બથી ઉડાવાની ધમકી મળતા દોડધામ મચી હતી. ARTO કચેરીને ખાલી કરવામાં આવી હતી. ARTO કચેરીનું કામકાજ સ્થગિત કરવામાં આવ્યું છે.

 

 

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">