AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટ મનપાની ચૂંટણીમાં 25થી વધુ કોર્પોરેટરના પત્તા કપાય તેવી શક્યતા, જુઓ આખું લિસ્ટ

Breaking News : રાજકોટ મનપાની ચૂંટણીમાં 25થી વધુ કોર્પોરેટરના પત્તા કપાય તેવી શક્યતા, જુઓ આખું લિસ્ટ

Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 06, 2026 | 12:55 PM
Share

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે પ્રચારના શ્રીગણેશ કર્યા છે.રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપના અનેક કોર્પોરેટરોના પત્તા કપાશે. નવી અનામત રોટેશનને કારણે પણ નેતાઓના નામ પર પૂર્ણવિરામ લાગી શકે,

રાજકોટ મનપાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ભાજપે શહેરના તમામ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર પ્રચાર શરૂ કર્યો છે.વિકાસ કાર્યોની પત્રિકા વહેંચીને જનતાના આશીર્વાદ માંગ્યા હતા.શહેર પ્રમુખ અને સ્થાનિક આગેવાનો પણ પ્રચારમાં જોડાયા છે. રાજકોટ-RMCની ચૂંટણીમાં ભાજપના અનેક કોર્પોરેટરોના પત્તા કપાશે.

નવા સિમાંકન અને પાર્ટીના ટિકીટ માટેના માપદંડને કારણે ટિકીટ કપાશે.વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે.25થી વધુ કોર્પોરેટરના પત્તા સીધી રીતે કપાઇ તેવી શક્યતા.આ ઉપરાંત નવી અનામત રોટેશનને કારણે પણ નેતાઓના પત્તા કપાશે.જે નામો કપાઇ તેવી પુરી શક્યતા છે. તેના વિશે વાત કરીએ તો.

કોના કપાઇ શકે પત્તા ?

વોર્ડ નંબર-1માં ભાનુ બાબરિયા અને હિરેન ખીમાણિયા

વોર્ડ નંબર-2માં ડો.દર્શિતા શાહ અને મનીષ રાડિયા

વોર્ડ નંબર-3માં બાબુ ઉધરેજા

વોર્ડ નંબર-4માં નયના પેઢડિયા અને પરેશ પીપળિયા

વોર્ડ નંબર-5માં વજી કોલતર અને ડો.હાર્દિક ગોહિલ

વોર્ડ નંબર-6માં દેવુ જાદવ અને ભાવેશ દેથરિયા

વોર્ડ નંબર-7માં દેવાંગ માંકડ અને નેહલ શુક્લ

વોર્ડ નંબર-8માં ડો.દર્શના પંડ્યા અને અશ્વિન પાંભર

વોર્ડ નંબર-9માં જીતુ કોટડિયા અને પુષ્કર પટેલ

વોર્ડ નંબર-10માં નરેન્દ્રસિંહ વાઘેલા

વોર્ડ નંબર-11માં મગન સોરઠિયા

વોર્ડ નંબર-13માં જયાબેન ડાંગર અને નિતીન રામાણી

વોર્ડ નંબર-16માં નરેન્દ્ર ડવ

વોર્ડ નંબર-17માં વિનુ ઘવા

 

 

રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની

આ ઉપરાંત અનેક મહિલા કોર્પોરેટરોના નામ પણ કપાઇ તેવી શક્યતા છે.ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની ગઈ છે. કેટલાક પક્ષોએ ઉમેદવારોની પસંદગી શરૂ કરી છે, જ્યારે કેટલાક પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર પણ કરી દીધા છે. હવે મતદારો કોને પસંદ કરે છે તે 28 એપ્રિલે મતગણતરીના દિવસે સ્પષ્ટ થશે.ચૂંટણીને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 996 રિટર્નિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે.

 

 

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

Published on: Apr 06, 2026 11:59 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">