AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં સ્કૂલની ફી ના ભરતા 20 વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા, જુઓ વીડિયો

Breaking News : અમદાવાદમાં સ્કૂલની ફી ના ભરતા 20 વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2026 | 1:32 PM
Share

અમદાવાદમાં અંદાજે 20થી વધુ વિદ્યાર્થીઓને ફી ન ભરી હોવાના કારણે વર્ગખંડની બહાર ઉભા રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

શાળાનું કામ છે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું, પરંતુ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, પરીક્ષાના સમયે જ વિદ્યાર્થીઓએ ફી ન ભરતા બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. જો શાળા આ સમગ્ર મામલે દોષી સાબિત થશે તો કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, બાળકોને બહાર કેમ ઉભા રાખવામાં આવ્યા હતા.શિક્ષણ વિભાગ પણ આ ઘટના અંગે વિસ્તારથી તપાસ કરશે.

અમદાવાદમાં આવેલી વાડજની સૌરભ સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા હોવાનો મામલો સામે આવ્યો છે.20 થી વધારે વિદ્યાર્થીઓની ફી ના ભરાઈ હોવાથી પરીક્ષામાં ના બેસવા દેવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 20 થી વધારે વિદ્યાર્થીઓએ છેલ્લા સેમિસ્ટરની ફી ભરી ન હતી. શાળાએ પોતાનો બચાવ કર્યો હતો. કોઈપણ બાળકને ફીના કારણે બહાર બેસાડવામાં આવ્યા નથી. તમામ વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી હોવાનો સંચાલકોનો દાવો હતો.

શાળાના સંચાલકોએ આ આક્ષેપોને નકાર્યા

શાળા સંચાલકોનો બચાવ કર્યો હતો.શાળાના સંચાલકોએ આ આક્ષેપોને નકારતા જણાવ્યું છે કે,કોઈપણ બાળકને ફીના કારણે પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યા નથી.તમામ વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી છે.ફીના મામલે કોઈ બાળકને બહાર બેસાડવામાં આવ્યા હોવાની વાતમાં તથ્ય નથી.હાલમાં આ મામલે વાલીઓ અને શાળા તંત્ર વચ્ચે સામસામે દાવાઓ કરવામાં આવી રહ્યા છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

 

 

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">