AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સરકારનો મોટો નિર્ણય… સોનામાં 7.6% અને ચાંદીમાં 14% ની રાહત, શું ગ્રાહકોને આનો ફાયદો મળશે?

જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. સરકારે સોના અને ચાંદીના આયાત ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. આ નિર્ણય મુજબ ચાંદીમાં લગભગ 14% અને સોનામાં 7.6% જેટલી રાહત આપવામાં આવી છે.

| Updated on: Apr 06, 2026 | 5:19 PM
Share
સરકારે સોના અને ચાંદીના બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ (આયાત કિંમત) માં કાપ મૂક્યો છે. 'ઇન્ફોર્મિસ્ટ' ના અહેવાલ મુજબ, ચાંદીની આયાત કિંમતમાં લગભગ 14% નો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે સોનું મંગાવવું અંદાજે 7.6% સસ્તું થયું છે. આ નિર્ણયથી જ્વેલરી કંપનીઓનો પડતર ખર્ચ ઘટશે.

1 / 5
એવામાં સૌથી મહત્વનો સવાલ એ છે કે, શું સામાન્ય ગ્રાહકો માટે પણ સોનું અને ચાંદી સસ્તું થશે? તો જણાવી દઈએ કે, સરકાર જે બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ નક્કી કરે છે, તેના આધારે જ કસ્ટમ ડ્યુટી અને ટેક્સની ગણતરી કરવામાં આવે છે. આ બધા વચ્ચે જ્યારે કિંમત ઓછી થાય છે, ત્યારે જ્વેલર્સને સોનું-ચાંદી આયાત કરવામાં ઓછો ખર્ચ થાય છે, એટલે કે તેમની ખરીદ કિંમત ઘટી જાય છે. આનો સીધો ફાયદો જ્વેલરી કંપનીઓને થાય છે. તેમની ઇન્વેન્ટરી સસ્તી પડે છે અને માર્જિનમાં સુધારો થઈ શકે છે. આ જ કારણ છે કે, આ નિર્ણય બાદ જ્વેલરી સ્ટોક્સમાં તેજી જોવા મળી હતી.

2 / 5
અહીં બીજો મોટો પ્રશ્ન એ છે કે, શું આયાત સસ્તી થતા ગ્રાહકોને પણ તરત જ સસ્તું સોનું મળશે? તો જણાવી દઈએ કે, ભારતમાં સોના અને ચાંદીના ભાવ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા નક્કી થાય છે. જો વૈશ્વિક બજારમાં કિંમતો ઊંચી હોય, તો સ્થાનિક બજારમાં માત્ર ઈમ્પોર્ટ પ્રાઈસ ઘટવાથી મોટો ફરક પડતો નથી.

3 / 5
આ ઉપરાંત, રૂપિયો પણ એક મહત્વનું પરિબળ છે. જો ડોલર સામે રૂપિયો નબળો હોય, તો સસ્તી આયાતનો ફાયદો મોટાભાગે નકારી કાઢવામાં આવે છે. સોના-ચાંદીના ભાવ પર માંગની પણ મોટી અસર થાય છે. લગ્નસરા અને તહેવારની સીઝનમાં માંગ વધે છે, જેના કારણે કિંમતો નીચે આવવાને બદલે સ્થિર રહી શકે છે અથવા તો વધી પણ શકે છે. આ સાથે જ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ પણ એક મોટું ફેક્ટર છે. આવા સમયે સોનાના ભાવમાં બહુ મોટા ઘટાડાની અપેક્ષા નથી. સરકારના આ નિર્ણયનો અસલી ફાયદો જ્વેલર્સ અને જ્વેલરી કંપનીઓને મળશે. તેમની પડતર કિંમત ઓછી થશે, જેથી તેઓ વધુ સારું માર્જિન મેળવી શકે અથવા કિંમતોમાં થોડી રાહત આપીને વેચાણ વધારી શકે.

4 / 5
ગ્રાહકોને આની અસર ધીરે-ધીરે (ઓફર્સ, મેકિંગ ચાર્જમાં રાહત અથવા ભાવમાં મામૂલી નરમાઈ તરીકે) જોવા મળી શકે છે. એકંદરે, આ નિર્ણય સોના-ચાંદીના ભાવ તરત જ ઘટાડનારો નથી. બસ આનાથી કિંમતો પરનું દબાણ ઓછું થઈ શકે છે અને આગળ જતાં થોડી રાહત મળી શકે છે. જો વૈશ્વિક કિંમતો સ્થિર રહે અને રૂપિયો મજબૂત થાય, ત્યારે જ આનો પૂરો ફાયદો ગ્રાહકો સુધી પહોંચી શકે છે. અત્યારે આને 'કિંમત ઘટાડનારા નિર્ણય' કરતા 'સપોર્ટિવ પગલું' સમજવું વધારે યોગ્ય રહેશે.

5 / 5

શાંતિ પછીના તોફાનની તૈયારી? રેકોર્ડ સપાટીથી 17% નીચે રહેલું સોનું હવે રોકાણકારોને ચોંકાવશે

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">