AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાંકાનેર હાઈવે પર ધમધમતો હતો બોગસ પેટ્રોલ પંપનો 'ખેલ' ખતમ!, LCBએ 48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વાંકાનેર હાઈવે પર ધમધમતો હતો બોગસ પેટ્રોલ પંપનો ‘ખેલ’ ખતમ!, LCBએ 48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2026 | 4:33 PM
Share

વાંકાનેરના ભલગામ પાસે એચ.એમ. એન્ટરપ્રાઈઝના નામે ચાલતા નકલી ડીઝલ નેટવર્કને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું. 29 હજાર લિટર જ્વલનશીલ પ્રવાહી અને ટેન્કર સહિત 48 લાખનો મુદ્દામાલ જપ્ત.

મોરબીમાં ગુનાખોરી ડામવા માટે એલસીબી (LCB) ની ટીમે એક મોટી સફળતા મેળવી છે. વાંકાનેરના ભલગામ નજીક હાઈવે પર અદ્દલ અસલી પેટ્રોલ પંપ જેવી જ વ્યવસ્થા ઉભી કરીને ચાલતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહીં કોઈ માન્યતા વગર જ ગેરકાયદે રીતે ડીઝલનું વેચાણ કરવામાં આવતું હતું.

કેવી રીતે ચાલતું હતું ‘નકલી’ નેટવર્ક?

આરોપીઓએ બહુ જ આયોજનબદ્ધ રીતે આ આખું સેટઅપ તૈયાર કર્યું હતું:

પેઢીનું નામ: આરોપીઓ ‘એચ.એમ એન્ટરપ્રાઈઝ’ નામની પેઢી હેઠળ ‘માય ઇકો એનર્જી ઇન ડિઝલ’ ના નામે આ પંપ ચલાવતા હતા.

ગેરકાયદે સંગ્રહ: બહારથી ટેન્કરો મંગાવીને છૂપી રીતે ભૂગર્ભ ટાંકીમાં જ્વલનશીલ પ્રવાહી (ડીઝલ જેવું ઇંધણ) ઠાલવવામાં આવતું હતું.

હાઈ-ટેક સિસ્ટમ: કોઈને શંકા ન જાય તે રીતે અસલી પંપ જેવી જ નોઝલ અને મશીનો મૂકવામાં આવ્યા હતા, જેના દ્વારા ટ્રકોમાં ડીઝલ ભરવામાં આવતું હતું.

LCB નો સપાટો: લાખોનો મુદ્દામાલ જપ્ત

બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે જ્યારે દરોડો પાડ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્થળ પરથી પોલીસે નીચે મુજબની વસ્તુઓ કબજે કરી છે, 29,000 લિટર જ્વલનશીલ પ્રવાહી (ડીઝલ જેવું કેમિકલ). ડીઝલ ભરવા માટેના મશીનો અને સાધનો. કુલ મળીને પોલીસે 48.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ ઇંધણ ક્યાંથી આવતું હતું?

પોલીસે આ મામલે સ્થળ પરથી પાંચ ઇસમોની ધરપકડ કરી છે. હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે આટલી મોટી માત્રામાં જ્વલનશીલ પ્રવાહી આ લોકો ક્યાંથી મંગાવતા હતા? શું આ કોઈ મોટા રાજ્યવ્યાપી કૌભાંડનો હિસ્સો છે? આ ડીઝલ જેવું પ્રવાહી વાહનોના એન્જિન માટે કેટલું જોખમી હતું? આ તમામ દિશામાં એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મુકેશ અંબાણીની કંપનીના શેરના ભાવ કેમ ધડાધડ તૂટ્યા ? જાણો ‘ઈરાન કનેક્શન’ છે રહસ્ય, જેણે બજારમાં મચાવી દીધી તબાહી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">