Breaking News: ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ! કોંગ્રેસે મહાનગરપાલિકાના ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, 7 શહેરો માટે 243 નામો પર મારી મહોર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગમાં કોંગ્રેસે બાજી મારી છે. 7 મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામ જાહેર કરીને પક્ષે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. અમદાવાદથી લઈને ભાવનગર સુધી કોના નસીબ ખુલ્યા અને કયા શહેરમાં કેટલા ઉમેદવારો મેદાને ઉતર્યા? જુઓ સંપૂર્ણ યાદી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસે રાજ્યની 7 મહત્વની મહાનગરપાલિકા માટે કુલ 243 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, વડોદરા, ભાવનગર અને મોરબી શહેરના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
શહેરવાર ઉમેદવારોનું ગણિત:
અમદાવાદ: પ્રથમ યાદીમાં સૌથી વધુ 90 ઉમેદવારોના નામ જાહેર કરી કોંગ્રેસે મજબૂત પકડ દર્શાવી છે.
રાજકોટ: અહીં 40 ઉમેદવારોના નામ જાહેર થયા છે.
સુરત અને વડોદરા: સુરતમાં 26 અને વડોદરામાં 18 ઉમેદવારો પર પસંદગી ઉતારવામાં આવી છે.
અન્ય શહેરો: જામનગરમાં 22, ભાવનગરમાં 22 અને મોરબીમાં 23 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
લાંબા સમયની ખેંચતાણ અને મંથન બાદ કોંગ્રેસે આ નામો જાહેર કર્યા છે. પક્ષ દ્વારા જ્ઞાતિ સમીકરણો અને સ્થાનિક પ્રભુત્વને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હોવાનું મનાય છે. પ્રથમ યાદી જાહેર થતા જ હવે પક્ષના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં બાકી રહેલા નામો પણ જાહેર કરવામાં આવશે.
જાપાન સરકારની ભારતીયોને મોટી ઓફર! દર મહિને ₹1.4 લાખના સ્ટાઈપેન્ડ સાથે રિસર્ચની તક, યુવાનોનું બદલાઈ જશે ભાગ્ય
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
