શિયાળામાં તમારા પાલતુ શ્વાનને કેવી રીતે નવડાવવું? જાણી લો.. બીમાર નહીં પડે
શિયાળામાં પાલતુ શ્વાનને નવડાવતી વખતે વિશેષ કાળજી લેવી જરૂરી છે જેથી તેઓ બીમાર ન પડે. ઠંડીમાં તેમને વારંવાર નવડાવવા ટાળો.

શિયાળો શરૂ થતા લોકો પોતાના પાલતુ શ્વાનને નવડાવવા અંગે સૌથી વધુ મૂંઝવણમાં મુકાય છે. ઠંડીમાં થોડી પણ બેદરકારી તેમને બીમાર પાડી શકે છે, તેથી આ ઋતુમાં શ્વાનને નવડાવતી વખતે ખાસ કાળજી લેવાની જરૂર પડે છે. ઘણા લોકો ઠંડા પાણીમાં નવડાવવા ડરે છે અને વિચારે છે કે સ્નાન કરવાથી તેમના પાલતુને શરદી-ઉધરસ થઈ શકે છે.

શિયાળામાં શ્વાનને વારંવાર નવડાવવાની જરૂર નથી. જો તમારો શ્વાન ઘરમા રહે છે અને ઝડપથી ગંદો થતો નથી, તો મહિનામાં એકવાર સ્નાન કરાવવું પૂરતું છે. પરંતુ જો તમારૂ શ્વાન બહાર રમવા જાય અને ગંદો થઈ જાય, તો તેને હૂંફાળા પાણીથી નવડાવવું સર્વોત્તમ છે. પાણી ખૂબ ગરમ ન હોય તે ખાસ ધ્યાન રાખવું.

સ્નાન સમયે યોગ્ય શેમ્પૂની પસંદગી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિયાળામાં વધેલી ઠંડીને કારણે શ્વાનની ત્વચા ઝડપથી સુકાય જતી હોઈ, સામાન્ય શેમ્પૂના બદલે મોઇશ્ચરાઇઝિંગ ડોગ શેમ્પૂનો જ ઉપયોગ કરવો જોઈએ. તે શ્વાનની ત્વચાને સૂકાવા દેતું નથી અને ફર્ંને પણ મલાયમ રાખે છે.

નવડાવ્યા બાદ ભેજ વધુ સમય સુધી શ્વાનના શરીર પર રહે એ સૌથી જોખમી છે. એટલે નવડાવ્યા કર્યા પછી તરત જ ટુવાલથી સારી રીતે સૂકવી દો. જરૂર પડે તો લો સેટિંગ પર હેર ડ્રાયરનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ હેર ડ્રાયર બહુ નજીકથી કે બહુ ગરમ હવાનો ઉપયોગ કરવો નહીં.

અંતમાં, સ્નાન કર્યા પછી શ્વાનને તરત બહાર ન લઈ જવું જોઈએ કારણ કે તેના શરીરનું તાપમાન ઝડપથી નીચે જઈ શકે છે. તેને રૂમમાં ગરમ વાતાવરણમાં થોડી વાર રાખો, જ્યાં સુધી તે સંપૂર્ણ સૂકી ન જાય. આ રીતે થોડો ધ્યાન રાખીને તમે શિયાળામાં પણ તમારા પાલતુની યોગ્ય કાળજી રાખી શકો છો અને તેને બીમાર પડતા બચાવી શકો છો.
Vitamin Deficiencies : તમને કબજિયાતની સમસ્યા રહે છે ? આ 4 વિટામિનની ઉણપ બની શકે છે કારણ, જાણો
