AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pet Care : રિલાયન્સની પેટ કેર ક્ષેત્રેમાં એન્ટ્રી, તમારા પાલતુ શ્વાન માટેના પોષણક્ષમ ઉત્પાદનો પર કરશે ફોકસ

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ 'વેગીઝ' બ્રાન્ડ સાથે પેટ ફૂડ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. જાણો હવે તમારા પાલતુ શ્વાન અથવા કોઈ પણ પેટ માટે કેવી સુવિધા મળવાની છે.

| Updated on: Dec 02, 2025 | 4:46 PM
Share
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની FMCG યુનિટ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ હવે પાલતુ સંભાળ સેગમેન્ટમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે. કંપનીએ નવું પેટ ફૂડ બ્રાન્ડ “વેગીઝ (Waggies)” લોન્ચ કર્યું છે. RCPLના જણાવ્યા અનુસાર બ્રાન્ડનો મુખ્ય ફોકસ પોષણક્ષમ અને વૈજ્ઞાનિક સંશોધન આધારિત ખોરાકને પાલતુ પ્રાણીઓ સુધી પહોંચાડવાનો છે.

1 / 6
વેગીઝ બ્રાન્ડના પ્રથમ બે વેરિઅન્ટ્સ બજારમાં રજૂ કરવામાં આવ્યા છે.  વેગીઝ ની કિંમત ₹199 પ્રતિ કિલો છે જ્યારે વેગીઝ પ્રોની કિંમત ₹249 પ્રતિ કિલો નક્કી કરવામાં આવી છે. પાલતુ માલિકો નવી પ્રોડક્ટ અજમાવી શકે તે માટે કંપનીએ ₹20 નો 100 ગ્રામ ટ્રાયલ પેક પણ રજૂ કર્યો છે. કંપનીનો મુખ્ય હેતુ વધુ ગ્રાહકોને અજમાવવાની તક આપવાનો છે.

2 / 6
RCPLએ જણાવ્યું છે કે વેગીઝ પેટ ફૂડ સંશોધન-આધારિત ફોર્મ્યુલેશનથી બનાવવામાં આવ્યું છે. તેમાં જડીબુટ્ટીઓ, મગજના વિકાસ માટે જરૂરી DHA, જરૂરી વિટામિન્સ અને સરળતાથી પાચનક્ષમ ઘટકોનો સમાવેશ થાય છે. પોર્ટફોલિયોમાં પ્રીબાયોટિક્સ, વધારના પ્રોટીન, તેમજ સાંધા, ત્વચા અને કોટના સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વોનો પણ સમાવેશ છે. કંપનીનો દાવો છે કે આ ફૂડ પાલતુને સંપૂર્ણ પોષણ આપે છે.

3 / 6
RCPL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેટેન મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે દરેક પાલતુ પ્રાણી યોગ્ય પોષણનો અધિકારી છે અને દરેક પાલતુ માલિકને વૈશ્વિક ગુણવત્તાવાળા, વૈજ્ઞાનિક સંશોધન આધારિત અને સસ્તા ભાવે ઉપલબ્ધ ઉત્પાદનો સુધી પહોંચ હોવી જોઈએ. કંપનીનું માનવું છે કે આ લોન્ચ પછી બજારમાં ગુણવત્તા સાથે કિંમતમાં પણ નવો બેલેન્સ દેખાશે.

4 / 6
વેગીઝ બ્રાન્ડ હવે ભારતના પેટ ફૂડ માર્કેટમાં સ્થાપિત બ્રાન્ડ્સને સીધી ટક્કર આપશે. હાલમાં પેડિગ્રી ડ્રાય ડોગ ફૂડની કિંમત આશરે ₹600 પ્રતિ કિલો છે, જ્યારે રોયલ કેનિન જેવી પ્રીમિયમ બ્રાન્ડ્સ ₹900 – ₹1,000 પ્રતિ કિલો સુધી વેચાય છે.

5 / 6
આ ઉપરાંત ઓરિજેન અને ફાર્મિના જેવી અલ્ટ્રા-પ્રીમિયમ આયાતી બ્રાન્ડ્સ તો નાના પેકમાં પણ ઘણાં ઊંચા ભાવે મળે છે. આવી સ્થિતિમાં રિલાયન્સની વેગીઝ બ્રાન્ડ કિફાયતી ભાવમાં પોષણક્ષમ વિકલ્પ તરીકે બજારમાં મોટું પરિવર્તન લાવી શકે છે.

6 / 6

તમારું Pet Dog બીમાર દેખાય છે! તાવ છે કે નહીં કેવી રીતે ઓળખશો? તમે નહીં જાણતા હોવ આ રીત

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">