Palak Tiwari In Salman Khan’s Film: શ્વેતા તિવારીની દીકરી પલકને મળ્યો મોટો બ્રેક, સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાળીમાં જોવા મળશે
સલમાન ખાનની (Salman Khan) આગામી ફિલ્મમાં શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી (Palak Tiwari) જોવા મળશે. પલક તિવારીએ ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે.

સલમાન ખાનની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'નું નામ હવે 'ભાઈજાન' થઈ ગયું છે. આ ફિલ્મમાં સલમાને ઘણા નવા કલાકારોને તક આપી છે. આ ફિલ્મ થોડા દિવસો પહેલા ચર્ચામાં આવી હતી જ્યારે બિગ બોસ 13ની ફાઇનલિસ્ટ શહનાઝ ગિલની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ હવે ફિલ્મ ભાઈજાનમાં એક નવો ચહેરો જોવા મળશે.

ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ સલમાનની ફિલ્મનો ભાગ હશે. આ ફિલ્મમાં પલક પંજાબી સિંગર જસ્સી ગિલ સાથે જોવા મળશે. આ ફિલ્મ માટે પલકની પસંદગી ખુદ સલમાન ખાને કરી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, પલકને આ ફિલ્મ માટે ખુદ સલમાને પસંદ કરી છે. તે જસ્સીની સામે જોવા મળશે અને ફિલ્મમાં તેના એક આકર્ષક ટ્રેકનો સમાવેશ કરવામાં આવ્યો છે. પલકનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

ફરહાદ સામજીની આ ફિલ્મમાં વેંકટેશ, પૂજા હેગડે, રાઘવ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ જેવા ઘણા પ્રખ્યાત નામ સામેલ છે. પલક અત્યાર સુધી ઘણા મ્યુઝિક વીડિયોમાં પોતાની સ્ટાઈલ અને ડાન્સિંગ સ્કિલથી દર્શકોને પ્રભાવિત કરી ચૂકી છે.

આ પહેલા પલક સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમ: ધ ફાઈનલ ટ્રુથમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકી છે. સલમાન તેને બાળપણથી ઓળખે છે. 'બિગ બોસ 15'ના એપિસોડમાં પલક સાથે સ્ક્રીન શેર કરતી વખતે તેણે તેના ખૂબ વખાણ કર્યા હતા.