AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking : IND vs USA મેચમાં છગ્ગા-ચોગ્ગાનો વરસાદ કે વિકેટોનો ધડાકો? વાનખેડે પિચનું કેવું રહેશે મૂડ? જાણો પિચ રિપોર્ટ

T20 વર્લ્ડ કપ 2026માં આજે ભારત અને યુએસએ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો રમાશે. મેચ પહેલાં સૌથી મોટો સવાલ પિચને લઈને છે. શું વાનખેડે આજે ફરી બેટ્સમેનનો સ્વર્ગ સાબિત થશે કે બોલરોને મળશે મદદરૂપ થશે? લાલ માટીની પિચ મેચ આગળ વધતાં શું રંગ બદલે છે, તેની ઉપર આખી રમત નિર્ભર રહેશે. જાણો વાનખેડે સ્ટેડિયમનો પિચ રિપોર્ટ શું કહે છે?

T20 World Cup Breaking : IND vs USA મેચમાં છગ્ગા-ચોગ્ગાનો વરસાદ કે વિકેટોનો ધડાકો? વાનખેડે પિચનું કેવું રહેશે મૂડ? જાણો પિચ રિપોર્ટ
Wankhede StadiumImage Credit source: PTI
| Updated on: Feb 07, 2026 | 3:55 PM
Share

T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઇન્ડિયા પોતાનો પહેલો મુકાબલો આજે યુએસએ સામે રમશે. મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પિચ રિપોર્ટને લઈને ચર્ચા તેજ છે, કારણ કે વાનખેડે હંમેશા હાઈ-સ્કોરિંગ મેચો માટે જાણીતું રહ્યું છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં નવા રેકોર્ડ સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહી છે.

વાનખેડે સ્ટેડિયમમાં ભારતનો પહેલો મુકાબલો

વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 9 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ ચૂકી છે. તેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 4 વખત જીત મેળવી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરનારી ટીમ 5 વખત વિજયી રહી છે. ભારતીય ટીમે અહીં 6 મેચ રમી છે, જેમાંથી 4 જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ભારતનો સર્વોચ્ચ સ્કોર 247 રન છે, જે ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામે બનાવાયો હતો.

વાનખેડે સ્ટેડિયમની પિચ

પિચની વાત કરીએ તો વાનખેડેની પિચ લાલ માટીની બનેલી છે, જે બોલરોને શરૂઆતમાં ઉછાળો આપે છે, પરંતુ સમય જતાં બેટિંગ માટે વધુ અનુકૂળ બની જાય છે. ઝડપી આઉટફિલ્ડના કારણે ચોગ્ગા-છગ્ગાની ભરમાર જોવા મળે છે. મેચ આગળ વધતાં બોલરો માટે મુશ્કેલી વધી જાય છે, તેથી ટોસ જીતનારી ટીમ સામાન્ય રીતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લે છે.

રોમાંચક મુકાબલો જોવા મળશે

આ મેચમાં ઈશાન કિશન વિકેટકીપર તરીકે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકે છે. જસપ્રીત બુમરાહના ન રમવાથી મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. બેટિંગમાં ઇશાન કિશન, અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં છે. જો ભારત પહેલા બેટિંગ કરે તો 300 રનનો આંકડો પણ અશક્ય નથી, અને ચાહકોને એક રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે.

Vaibhav Suryavanshi: 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી હવે અંડર-19 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં, કારણ છે ચોંકાવનારું

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">