ભારતના આ બે શહેરમાં મિલકત હોય, તો તમે ‘લંડન અને લોસ એન્જલસ’ના લોકો કરતા વધુ ધનવાન છો
વિશ્વના અનેક મોટા શહેરોમાં મિલકતના ભાવ ધીમા દરે વધી રહ્યા છે પરંતુ દેશમાં બે શહેર એવા છે કે, જ્યાં ભાવમાં જબરદસ્ત વધારો થયો છે અને તેમણે બાકીના શહેરોને પાછળ છોડી દીધા છે.

ભારતના બે શહેરની વાત કરીએ તો, તેમણે વિશ્વના ઘણા મોટા દેશોને પાછળ છોડી દીધા છે. જો તમારી પાસે આ બે શહેરમાં મિલકત કે ઘર છે, તો સમજો કે તમે લંડન અને ન્યુ યોર્કમાં રહેતા લોકો કરતા વધુ ધનવાન છો.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સ Q2 2025 ના અહેવાલ મુજબ, આ 2 શહેરમાં મિલકતના ભાવ એક વર્ષમાં 'સોના' જેટલા વધ્યા છે. અહેવાલ મુજબ, બંને શહેરમાં અનુક્રમે પ્રાઇમ પ્રોપર્ટીના ભાવમાં 10.2 ટકાનો અને 8.7 ટકાનો વધારો થયો છે.

જણાવી દઈએ કે, આ બંને શહેર ભારતમાં ખુબ જ પ્રખ્યાત છે. એક શહેરને ભારતનું આઈટી હબ કહેવાય છે અને બીજા શહેરને 'માયાનગરી' તરીકે ઓળખવામાં આવે છે.

વાત એમ છે કે, બેંગલુરુમાં પ્રાઇમ પ્રોપર્ટીના ભાવમાં 10.2 ટકાનો વધારો થયો છે અને મુંબઈમાં 8.7 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં, વિશ્વભરના 46 શહેરોની યાદીમાં બેંગલુરુ ચોથા ક્રમે છે.

નોંધનીય છે કે, વિશ્વભરના 46 શહેરોમાં મુંબઈ છઠ્ઠા સ્થાને છે. આ ઉપરાંત, દિલ્હી પણ 3.9 ટકાના એક સ્થિર વિકાસ સાથે ટોચના 15 શહેરોમાં છે.

રિપોર્ટ અનુસાર, અમેરિકાના લોસ એન્જલસમાં વાર્ષિક વૃદ્ધિ દર 3.9 ટકા રહ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, યુએસ યાદીમાં 14માં સ્થાને છે. સિંગાપોરમાં વાર્ષિક વૃદ્ધિ 5.1 ટકા રહી છે અને તે 11માં સ્થાને છે.

આ સિવાય નાઈટ ફ્રેન્કના અહેવાલ અનુસાર, લંડનમાં ઘરના ભાવોમાં 2.5 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે આ વર્ષમાં 41માં ક્રમમાં આવે છે.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
