Bonus share : Investment & Precision Castings Ltd : 1 માટે 1 બોનસ શેર આપશે IPCL, EGM માં ordinary resolution મળી મંજુરી
કંપનીએ પોતાના ઈન્જિનિયરિંગ સેક્ટરના વિસ્તરણ માટે યોજાયેલી Extra Ordinary General Meeting (EGM) દરમિયાન 1:1 બોનસ ઈશ્યૂનો ordinary resolution મંજૂર કર્યો છે. એટલે કે, જે કોઈ પાસે 1 શેર છે તેમને 1 વધારાનો શેર ફ્રિ માં આપવામાં આવશે.

ભાવનગર આધારિત Investment & Precision Castings Ltd (IPCL) દ્વારા તેની આગામી વૃદ્ધિ યોજનાઓના ભાગરૂપે શેરધારકોને બોનસ ઈશ્યૂની જાહેરાત કરી છે.

કંપનીએ પોતાના ઈન્જિનિયરિંગ સેક્ટરના વિસ્તરણ માટે યોજાયેલી Extra Ordinary General Meeting (EGM) દરમિયાન 1:1 બોનસ ઈશ્યૂનો ordinary resolution મંજૂર કર્યો છે. એટલે કે, જે કોઈ પાસે 1 શેર છે તેમને 1 વધારાનો શેર ફ્રિ માં આપવામાં આવશે.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પિયુષ તંબોલીએ જાહેરાત કરી હતી કે, “આ પગલું એ નિશાની છે કે કંપનીનું ફાઇનાન્સીયલ હેલ્થ મજબૂત છે અને અમારી રોકાણકારો માટેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ છે.”

ઈ-વોટિંગ 10 જૂનથી 12 જૂન, 2025 સુધી ચાલી હતી અને તેમાંથી મળેલા મતદારોના બહુમતથી બોનસ ઈશ્યૂને મંજૂરી મળી ગઈ છે. હવે આ બોનસ ઈશ્યૂના આધારે કંપનીની પેઈડ અપ કેપિટલમાં નોંધપાત્ર વધારો થશે અને શેરધારકોના હાથમાં વધુ લિક્વિડ એસેટ આવશે.

કંપનીના જણાવ્યા મુજબ ઈ-વોટિંગ અને ફિઝિકલ બેલેટ પેપરના પરિણામો હવે BSE અને કંપનીની વેબસાઇટ પર આગામી 48 કલાકમાં જાહેર કરવામાં આવશે.

સ્ટોક માર્કેટ વિશ્લેષકોનું માનવું છે કે, આ બોનસ ઈશ્યૂ કંપનીના શેરમાં લિક્વિડિટી વધારશે અને રિટેલ રોકાણકારોમાં આકર્ષણ વધારશે, જે લાંબા ગાળે કંપની માટે અનુકૂળ સાબિત થશે.
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો
