શ્રાવણના પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યુ સોમનાથ મંદિર, એક દિવસમાં 50 હજારથી વધુ ભાવિકોએ કર્યા દર્શન- જુઓ તસવીરો
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારે સમગ્ર મંદિર પરિસર વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યુ હતુ. સવારે ચાર વાગ્યાથી ભક્તોની મંદિરમાં દર્શન માટે લાઈનો લાગી ગઈ હતી. પ્રથમ સોમવારે સાંજના 6 વાગ્યા સુધીમાં 50 હજારથી વધુ ભાવિકોએ દર્શનનો લ્હાવો લીધો હતો.
Most Read Stories