AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં ‘નવો ઇતિહાસ’ લખાશે! ઇતિહાસનો સૌથી મોટો અને જેની વર્ષોથી રાહ જોવાતી હતી તે IPO આખરે આવી ગયો

ભારતીય શેરબજારના ઇતિહાસની સૌથી મોટી અને જેની વર્ષોથી રાહ જોવાતી હતી તે ક્ષણ આખરે આવી ગઈ છે. માર્કેટમાં દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ IPO ભારતીય બજારના તમામ જૂના રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચવા માટે પૂરી રીતે તૈયાર છે.

| Updated on: Jun 17, 2026 | 2:50 PM
Share
ભારતીય શેરબજારના ઇતિહાસની સૌથી મોટી અને જેની વર્ષોથી રાહ જોવાતી હતી, તે ક્ષણ આખરે આવી ગઈ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની વર્ષોની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, NSE આજ સાંજ સુધીમાં પોતાનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરવા જઈ રહ્યું છે. આ ન માત્ર દેશનો સૌથી મોટો આઇપીઓ (IPO) બનવા જઈ રહ્યો છે પરંતુ બજારમાં તેની નાણાકીય સ્થિતિ અને પકડ જોતાં તેને ફાઇનાન્સિયલ વર્લ્ડનો અસલી 'બાહુબલી' કહેવામાં આવી રહ્યો છે.

1 / 6
જો અલગ-અલગ સેગમેન્ટમાં તેના માર્કેટ શેરની વાત કરીએ તો, ઇક્વિટી ડેરીવેટિવ્ઝમાં NSE 99% ના હિસ્સા સાથે સૌથી આગળ છે, જ્યારે કેશ ઇક્વિટીમાં 90% અને ઇન્ડેક્સ ડેરીવેટિવ્ઝ સેગમેન્ટમાં 80% માર્કેટ શેર પર તેનો પૂરો કંટ્રોલ છે. આ આંકડા સાબિત કરે છે કે, ભારતીય શેરબજારમાં થતા ટ્રેડિંગનો સૌથી મોટો હિસ્સો એકલું NSE જ સંભાળે છે.

2 / 6
નાણાકીય વર્ષ 2026 (FY26) ના આંકડાઓ મુજબ NSE ની ફાઇનાન્સિયલ હેલ્થ અત્યંત મજબૂત છે, જેમાં કંપનીની કુલ આવક (રેવેન્યુ) ₹16,601 કરોડ નોંધાઈ છે. આ આવક સામે કંપનીનું EBITDA ₹11,225 કરોડ રહ્યું છે, જે 68% જેટલું માર્જિન દર્શાવે છે. ખાસ વાત એ છે કે, કંપનીનો ચોખ્ખો નફો (મુનાફો) ₹10,302 કરોડના આંકડાને પાર કરી ગયો છે. કમાણીની વાત કરીએ તો, NSE ની કુલ આવકનો સૌથી મોટો હિસ્સો એટલે કે 66% આવક ટ્રેડર્સ પાસેથી મળતા ટ્રાન્ઝેક્શન ચાર્જમાંથી આવે છે. આ સિવાય બાકીની આવકમાં ડેટા સર્વિસીસનો હિસ્સો 9% છે અને અન્ય સેગમેન્ટ્સમાંથી કંપનીને 25% ની આવક થાય છે.

3 / 6
હાલમાં NSE પાસે ₹17,000 કરોડ (₹17,000 cr) નું કેશ રિઝર્વ પડેલું છે, જે તેને ભવિષ્યના બિઝનેસ વધારવા માટે મજબૂત સુરક્ષા આપે છે. આ મજબૂત આંકડાઓના કારણે જ આઇપીઓ આવ્યા પહેલાથી જ અનલિસ્ટેડ એટલે કે ગ્રે માર્કેટમાં પણ NSE ના શેરની જોરદાર ડિમાન્ડ જોવા મળી રહી છે. અનલિસ્ટેડ માર્કેટમાં અત્યારે આ શેરનો વર્તમાન ભાવ (CMP) ₹2035 ની આસપાસ ચાલી રહ્યો છે, જ્યારે છેલ્લા 52 અઠવાડિયામાં આ શેરનો સૌથી નીચો ભાવ (52 Week Low) ₹1625 અને સૌથી ઊંચો ભાવ (52 Week High) ₹2400 રહ્યો છે. આઇપીઓ આવવાની સત્તાવાર જાહેરાત બાદ ગ્રે માર્કેટના ભાવમાં હજુ મોટો ઉછાળો આવવાની સંભાવના છે.

4 / 6
આ એક્સચેન્જની પાછળ દેશની સૌથી મોટી અને સરકારી સંસ્થાઓનો હાથ છે, જેઓ આ કંપનીમાં મોટા શેરહોલ્ડર્સ તરીકે જોડાયેલા છે. NSE ના વર્તમાન શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો, દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LIC (લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન) 10.72% ની સૌથી મોટી હિસ્સેદારી ધરાવે છે. આ સિવાય SBI કેપિટલ (SBI CAPITAL) પાસે 4.5%, અરાન્ડા ઇન્વેસ્ટમેન્ટ (Aranda) પાસે 4.5%, SHCIL પાસે 4.4% અને દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પાસે 3.23% ની હિસ્સેદારી છે.

5 / 6
ટૂંકમાં કહીએ તો, LIC અને SBI જેવા દિગ્ગજોના સાથ, ₹17,000 કરોડના કેશ બેકઅપ અને માર્કેટમાં આટલા મોટા હિસ્સા સાથે આવી રહેલો NSE નો આ આઇપીઓ લિસ્ટિંગના દિવસે ભારતીય બજારના તમામ જૂના રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચવા માટે પૂરી રીતે તૈયાર છે. આજે સાંજ સુધીમાં DRHP ફાઇલ થયા બાદ પ્રાઇસ બેન્ડ અને તારીખ પણ ક્લિયર થઈ જશે.

6 / 6

SBIની આ સ્કીમે લોન્ચિંગથી અત્યાર સુધી આપ્યું જોરદાર રિટર્ન, રોકાણકારોના પૈસા 93 ગણા વધ્યા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">