AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદી આવેલા પૂરથી 10 ગામમાં તારાજી- Video

વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદી આવેલા પૂરથી 10 ગામમાં તારાજી- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2026 | 2:01 AM
Share

વડોદરાના ડભોઈમાં ભારે વરસાદ અને દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીમાં આવેલા પૂરથી 10 ગામોમાં ભારે તારાજી સર્જાઈ છે. 600 વીઘા મરચી, કપાસ અને શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે.

વડોદરાના ડભોઈ તાલુકામાં ભારે વરસાદ બાદ ખેતીમાં નુકસાન જે પ્રકારનું જોવા મળ્યું છે. ઢાઢર નદીના પૂરથી ડભોઈના 10 ગામમાં તારાજી સર્જાઈ. લગભગ 600 વીઘા જમીનનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો. મરચી, કપાસ અને શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન થયુ છે.

દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢરના કાંઠાના ખેતરોમાં પાણી ફરી વળ્યા. ત્રણ વર્ષથી આ જ પ્રકારની સમસ્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. જાણ કર્યા વિના જ પાણી છોડાતા પાક બચાવવા સમય ન મળ્યાનો ખેડૂતોનો આરોપ છે. એક તો ભારે વરસાદ અને ઉપરથી દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીના કિનારે આવેલા લગભગ 10 જેટલા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા. પાણી ઓસર્યા બાદ કાંઠાના ખેતરોમાં તારાજી સિવાય કશું જ નજરે નથી પડી રહ્યું.

સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી તંત્ર કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર આવી જ રીતે દેવ ડેમમાંથી પાણી છોડે છે. પૂર્વ જાણકારીના અભાવે ખેડૂતોને પાક બચાવવાનો પણ સમય નથી મળી રહ્યો અને તેમનો ઉભો પાક ધોવાઈ જાય છે અથવા તો કોવાઈ જાય છે.

રીલ્સથી લઈને જંતરમંતર સુધી, Gen-Zએ બદલ્યું વિરોધનું વ્યાકરણ, હવે સરકાર પણ બોલી રહી છે તેમની ભાષા!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">